
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
વિધવા નિ:સહાય મહિલાને સાસરી પક્ષ દ્ધારા હેરાનગતિ કરવાની બાબત માં સુલેહ લાવી આશ્રય અપાવતી અભયમ્ નર્મદા:
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં વિધવાને સાસરીપક્ષ દ્ધારા હેરાનગતિ છે તેમ જણાવેલ તેથી મહિલાએ ફોન કરી મદદ માટે અભયમ્ રાજપીપળાની મદદ માગેલ હતી.
181 અભયમ્ ના કાઉન્સિલગ દ્ધારા જાણવા મળેલ કે મહિલા છેલ્લા એક વર્ષથી વિધવા થયેલ છે, લગ્ન જીવન દરમ્યાન મહિલાને બે બાળકનો જન્મ થયેલ, મહિલાની સાસરી માં પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાળકોની જવાબદારી તેમજ ઘર ખર્ચ માટે પૈસાની જરૂર પડતી હોવાથી મહિલા રોજગારી માટે બહાર ગામ કંપનીમાં કામ કરવા જવુ પડેલ, બાળકોના એડમિશન માટે ધરે પાછા ફરતા સાસરીપક્ષ વાળા શંકા કરી હેરાનગતિ કરતાં જાણવા મળેલ ઘરેથી નીકળી જવાની ધમકી આપતા જાણવા મળેલ, ત્યારબાદ અભયમ્ દ્ધારા પુછપરછ કરતાં જાણવા મળ્યું કે મહિલાને નજીકના ગામના એક યુવક સાથે સંબંધ છે, તેથી સાસરીપક્ષ તેમને મેણા ટોણા મારી હેરાન કરે છે, અભયમ્ દ્ધારા મહિલાને પુછપરછ કરતાં મહિલાએ જણાવેલ કે મારા તે યુવક સાથે કોઈ સબંધ નથી, હું વિધવા મહિલા મારી આગળ પાછળ કોઈ નથી તેથી કોઈ કામ હોય તો કામ માટે હું યુવકની મદદ લઉ છું, તેથી મારા સાસરીપક્ષ વાળા મારી ઉપર શંકા કરી હેરાનગતી કરે છે, તેમ છતાં મહિલા જણાવે છે, કે હવે પછી હું તે યુવકની મદદ નહીં લઉ મારાથી જાણતા અજાણતા ભૂલ થઈ હોય તો સ્વીકાર કરી હવે પછી એવી કોઈ ભૂલ નહીં કરુ તેની ખાતરી આપી, મને મારા બાળકો સાથે શાંતિથી સાસરીમાં રહેવા દો તેમ મહિલાએ જણાવેલ, તેથી 181 અભયમ્ દ્ધારા સાસરીપક્ષને કાયદાકીય સમજ આપી સબુત વગર કોઈ પર ખોટા આરોપના મુકવા સુચન કરી મહિલાનુ સાસુ- સસરા વચ્ચે અસરકારક કાઉન્સિલગ દ્ધારા સમાધાન કરી વિધવા મહિલાને સાથ સહકાર આપી, હળી મળી સાથે રહેવા સુચન કરેલ, આમ 181 અભયમ્ રાજપીપળા દ્ધારા મહિલાનુ સાસરીપક્ષ વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવેલ હતું.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા