દક્ષિણ ગુજરાત

ઘરજમાઈએ કર્યા સાસરીપક્ષને ઘર બહાર જેથી મહિલાની મદદે પોહચી અભ્યમ્ નર્મદા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ઘરજમાઈએ કર્યા સાસરીપક્ષને ઘર બહાર જેથી મહિલાની મદદે પોહચી અભ્યમ્ નર્મદા:

નાંદોદ: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં એક ગામમાં મહિલાનો કોલ આવેલ જણાવેલ કે મારા પતિએ પરિવારના બધા સભ્યને ઘરની બહાર કાઢી મુકેલ છે, તેઓ સત્તર વર્ષથી ઘરજમાઈ બનીને રહે છે. પરંતુ થોડા વર્ષથી ઘરના બધા જ સભ્યને હેરાનગતિ કરે છે વ્યશન કરી ને મારઝૂડ કરે છે, મને દરરોજ શારિરીક માનસિક ત્રાસ આપે છે, રાત્રે ધમાલ કરી અમને બધા ને ઠંડીમાં ઘરની બહાર કાઢી મૂકે છે, ઠંડીના સમયમાં કોના ઘરે અમે ઊંઘવા જઈએ કોઈ રાખવા તૈયારના હોય આટલા વર્ષથી સહન કરતી આવી, પરંતુ કયાં સુધી સહન કરવું તેથી કોઈની મદદથી આખરે 181 ની મદદ લીધી હતી.

જેની જાણ થતાં 181 અભયમ્ નર્મદા ઘટનાસ્થળે પહોંચી કાઉંન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિ નજીકના ગામ ના સત્તર વર્ષથી ઘરજમાઈ તરીકે રહે છે, મહિલાના આ બીજા લગ્ન છે માતા પિતાના મરણ પછી ભાઈ બહેનની સારસંભાળ રાખવા માટે મેં બીજા લગ્ન કરેલ પરતુ ઘરજમાઈ રાખીને છેલ્લા થોડા વર્ષ થી સુખી જીવન જીવતા પરંતુ થોડા સમયથી મારા પતિ નો વ્યવહાર બગડી ગયો, વ્યસન કરી ને દરરોજ હેરાનગતિ કરે છે કોઈનું માનતા નથી. મારા ભાઈને, છોકરાઓને પણ માર મારીને ઘરની બહાર કાઢી મૂકે છે, તેથી મેં 181ની મદદ માંગી હતી. 181ના કર્મચારીએ મહિલાનાં પતિને સમજાવેલ કાયદાકીય સમજ આપેલ ઘરેલું હિંસા કાયદો સમજાવેલ તેથી મહિલાના પતિ સમજી ગયેલ બીજી વાર હેરાનગતિ ના કરવા જણાવેલ શાંતિપૂર્વક ઘરજમાઈ બનીને રહીશ તેમ ખાતરી આપેલ.

 આમ બંનેપક્ષને સલાહ, સૂચન, માર્ગદર્શન આપી, મહિલાનું પતિ સાથે સમાધાન કરાવી બાકીનાં સભ્યને પણ ઘરમાં આશ્રય મળ્યો.

રિપોર્ટર: સર્જન વસાવા, (દક્ષિણ ગુજરાત)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है