મારું ગામ મારાં ન્યુઝ

નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી-૨૦૨૧ નર્મદા જીલ્લો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

જિલ્લા પંચાયત/ તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ ની મત ગણતરી અંતર્ગત.

નર્મદા જીલ્લામાં  રાજપીપલા નગરપાલિકા સહિત જિલ્લા /તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલા મતદાનની નિયત ગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરાનારી મતગણતરી: 
રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે ગઇકાલ રોજ તા. ૨૮ મી ફેબ્રુઆરી,૨૦૨૧ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી તા. ૨ જી માર્ચ, ૨૦૨૧ ને મંગળવારના રોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરવામાં આવશે.

તદનુસાર, રાજપીપલા નગરપાલિકાના મતદાનની મતગણતરી રાજપીપલાની આદર્શ નિવાસી શાળા ખાતે, નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન-મામલતદાર કચેરી ખાતે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની શ્રી કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરાશે.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है