Breaking News

સાપુતારા ઘાટમાં માલેગામ વળાંક પાસે બે અલગ અલગ અકસ્માતમાં બેને ઈજા: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે 

સાપુતારા ઘાટમાં માલેગામ વળાંક પાસે બે અલગ અલગ અકસ્માતમાં બેને ઈજા: 

સાપુતારા: સાપુતારા સામગહન રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ પાસે આવેલા ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ગોઝારો બન્યો છે. ગુરુવારે સવારે પુણેથી અમદાવાદ તરફ જતો કન્ટેનર ટ્રક (આરજે-09- જીબી- 5799)ની અચાનક બ્રેક ફેલ થતા ટ્રક માર્ગ સાઈડે ફંગોળાઈ બે ત્રણ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલક ક્લીનરને ઈજાઓ થતા નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે 5 વાગ્યાના અરસામાં નાસિકથી વડોદરા પાવડર ભરી જતો આયસર ટેમ્પો (જીજે-03-એઝેડ- 6577)ની બ્રેક ફેલ થતા ચાલકે ટેમ્પોને માર્ગ સાઈડે સંરક્ષણ દીવાલ સાથે અથડાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. બન્ને અકસ્માતોમાં મોટી જાનહાની થઈ ન હતી. પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है