બ્રેકીંગ ન્યુઝ

ડાંગ જિલ્લામા “સ્વચ્છતા અભિયાન-૨૦૨૩” અંતર્ગત બેસ્ટ કચેરી એવોર્ડ એનાયત કરાયા:

શ્રોત:  ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લામા “સ્વચ્છતા અભિયાન ૨૦૨૩” ની ઉજવણી અંતર્ગત બેસ્ટ કચેરી એવોર્ડ એનાયત કરાયા :

આહવા: ડાંગ જિલ્લામા “સ્વચ્છતા અભિયાન ૨૦૨૩” ની ઉજવણી અંતર્ગત બેસ્ટ કચેરી એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.

સચિવાલયના વિભાગો, ગાંધીનગ૨ ખાતે આવેલ ખાતાના વડાની કચેરીઓ તેમજ ક્ષેત્રિય કચેરીઓ દ્વારા સ્વચ્છતા, ફાઈલોનું ડિજિટલાઈઝેશન અને ડિસ્પોઝલ, કચેરીના બિનવપરાશી સામાનને દૂ૨ કરી કાર્યસ્થળને સ્વચ્છ- સુંદર બનાવવા ક૨વામાં આવતી તમામ કામગીરીનું સંપૂર્ણ પ્રકારે નિરીક્ષણ કરી થયેલ કામગીરીને બિરદાવવામાં આવે તે હેતુસરનો રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

ડાંગ જિલ્લામા યોજાયેલ સ્વચ્છતા અભિયાનમા કુલ ૭૦ કચેરીઓએ ભાગ લિધો હતો. આ તમામ કચેરીઓમા સ્થળ વેરીફિકેશન કર્યા બાદ સ્વચ્છતા અંગેના નંબરો પસંદગી કરવામા આવ્યા હતા. જિલ્લાની સ્વચ્છતા કમીટીમા (૧) જિલ્લા કલેક્ટરશ્રી-અધ્યક્ષશ્રી (૨) જિલ્લા વિકાસ અધિકારીશ્રી-સભ્યશ્રી (૩) કાર્યપાલક ઈજને૨(માર્ગ અને મકાન વિભાગ)-સભ્યશ્રી અને (૪) નિવાસી અધિક કલેકટ૨શ્રી(RAC)-સભ્ય સચિવશ્રીનો સમાવેશ ક૨વામાં આવ્યો હતો.

આ સમિતિઓએ કચેરીના રેકર્ડ વર્ગીક૨ણ અંગે કરેલ કાર્યવાહી, કચેરીના તુમાર નિકાલ ઝુંબેશ અંતર્ગત કરેલ કાર્યવાહી, દરેક વિભાગો/કચેરી પાસેથી નિકાલ થયેલી ભૌતિક ફાઇલો તેમજ બિનવપરાશી સામાન દૂ૨ થવાથી ખાલી થયેલ જગ્યાની માહિતી, બિનવપરાશી વસ્તુઓના નિકાલના અંતે સરકારશ્રીમાં જમા કરાવેલ રકમનો સમાવેશ, કચેરીના બિન વપરાશી સામાનને દૂર કરી, કાર્યસ્થળને સ્વચ્છ-સુંદર બનાવવા કરેલ તમામ કાર્યોનો સમાવેશ, જૂની ગાડીઓને રદબાતલ કરી, કરેલ કાર્યવાહીનો/માહિતીનો સમાવેશ તેમજ નિકાલ કરેલ ઈ-વેસ્ટ અંગેની માહિતીનો સમાવેશ કરવામા આવ્યો હતો.

સરકાર દ્વારા સ્વચ્છતાના નક્કી કરેલ માપદંડ મુજબ જિલ્લાની સ્વચ્છ કચેરીઓમા પ્રથમ ક્રમાંક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી આહવા, દ્ધિતીય નંબરે પ્રાંત અધિકારીશ્રીની કચેરી, તેમજ તૃતીય નંબરે પ્રાયોજના વહિવટદાર શ્રીની કચેરીને સ્વચ્છતાના માપદંડ આધારે પસંદગી કરવામા આવી હતી.

આ તમામ કચેરીઓના વડાશ્રીઓને ડાંગ જિલ્લા કલેક્ટર  મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી  આર.એમ.ડામોર, તેમજ જિલ્લા પોલીસ વડા  યશપાલ જગણીયાના હસ્તે સ્વચ્છતાના એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है