મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામ પાસે એસ.ટી બસને માર્ગ અકસ્માત નડ્યો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામ પાસે એસ.ટી બસને આહવા નવાપુર રોડ પર માર્ગ અકસ્માત નડ્યો: 

ડાંગ જિલ્લાના માર્ગો ઉપર અવર નવર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેતો હોય છે. ત્યારે ડાંગના ધવલીદોડ ગામ નજીક બીલીઆંબાથી આહવા તરફ આવતી એસ.ટી બસ નંબર જીજે 18 ઝેડ 5740 અને ધવલીદોડથી દુધ લઈ જતી પીકઅપ જીપ નંબર જીજે 21 ડબલ્યુ 1942નો ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ પીકઅપ તથા બસ ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલી પીકઅપ અને બસ બંને વાહનો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

     આ બનાવમાં બસ ડ્રાઈવર સહિત પીકઅપ ચાલક અને બસમાં મુસાફરી કરી રહેલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતાં તાત્કાલિક ગારખડી લોકેશનની 108 એમ્બ્યુલન્સ અને ઇએમટી સંદીપ પવાર તથા પાયલોટ દિપક સૂર્યવંશી ઘટના સ્થળ પર પહોંચી નાની મોટી ઈજાઓ પહોંચેલ લોકોને વધુ સારવાર માટે આહવા સિવિલ પર પહોંચાડ્યા હતા અને તાત્કાલિક સારવાર અપાવી હતી. આ ગંભીર અકસ્માતમાં પીકઅપમાં મુકેલા દુધના કેનમાંથી દુધ માર્ગ ઉપર રેલાતા પશુપાલકોને મોટુ નુકશાન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है