Breaking News

વઘઈ તાલુકાનાં ગામોમાં CCTV કેમેરા લગાવવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

વઘઈ તાલુકાનાં ગામોમાં CCTV કેમેરા લગાવવા અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:

ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં વઘઈ પોલીસ સ્ટેશન ખાતે બેઠકનું આયોજન:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન ખાતે તાલુકાનાં તમામ ગામોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ લાવવાના હેતુથી CCTV કેમેરા લગાવવા બાબતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં વઘઈ પોલીસ સ્ટેશનના PI એ.એ. ચાવડા, વઘઈ તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડાંગ જિલ્લા વાયરલેસ PSI તેમજ વઘઈ તાલુકાના આશરે 16 જેટલા ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગામડાઓમાં સુરક્ષાની દૃષ્ટિએ CCTV કેમેરાની આવશ્યકતા, ગામના મુખ્ય પ્રવેશદ્વારો, જાહેર સ્થળો તથા સંવેદનશીલ વિસ્તારોમાં કેમેરા લગાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગામોમાં CCTV કેમેરા લગાવવાથી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં, ગુનાઓ અટકાવવામાં તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તપાસમાં મદદરૂપ થવામાં મહત્વપૂર્ણ સહાય મળી રહેશે.

આ બેઠકનો મુખ્ય હેતુ પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતો વચ્ચે સંકલન સ્થાપી ગામડાઓમાં સુરક્ષાનું વધુ મજબૂત માળખું ઊભું કરવાનો છે. આ પહેલથી વઘઈ તાલુકાનાં ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ નાગરિકોની સુરક્ષા વધારવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है