વિશેષ મુલાકાત

કેન્દ્રીય મંત્રીશ્રી ના હસ્તે “50 ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ગુજરાત” પુસ્તકનું વિમોચન કરાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીના હસ્તે “50 ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ગુજરાત” પુસ્તકનું વિમોચન કરાયું:

અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે ગુજરાતની 50 પ્રેરણાદાયી મહિલા અંગેનું પુસ્તક “50 ઇન્સ્પાયરિંગ વુમન ઓફ ગુજરાત”નું વિમોચન કરાયું.  આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રમાં પોતાની જાતે જ આગવી ઓળખાણ ઉભી કરનાર ગુજરાતની મહિલાઓ અને ગુજરાતી મૂળની મહિલાઓને આવરી લેવામાં આવી છે.  આજ  રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. 

શ્રીમતી ઈરાનીએ આપ્રસંગે કહ્યું હતું કે જે મહિલાઓએ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી છે તેમની વાતો ‘50 ઈન્સ્પાયરિંગ વુમેન ઓફ ગુજરાત’ પુસ્તકના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કે. ડી. હોસ્પિટલે કર્યુ છે.

આ કાર્યક્રમમાં, કોફીટેબલ બુકમાં જે મહિલાઓને આવરી લેવામાં આવી છે. તેના ઉપરાંત શહેરના અગ્રગણ્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાનીએ કહ્યુ કે આપ લોકોએ આમંત્રણ આપ્યું અને હું આવી છું. તેમણે પ્રશંસા કરતા કહ્યું હતું કે 50 મહિલાઓ પર સારી બુક બનાવી છે. પુસ્તકમાં રહેલી શૈલી શાહના લેખ અંગે તેમણે વખાણ કર્યા હતા તો ગુજરાતી જોડે થેપલા- છૂંદો અને અથાણું મળે જ એવો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ગમે ત્યાં જઈએ આ બધી ચીજો મળી જ રહે. તેમણે કહ્યું હતું કે છૂંદો એ સ્વીટ છે અને અથાણાને મહેનત સાથે સરખાવ્યા તો ઈરાનીએ ગુજરાત ગૌરવ દિવસે મહિલાઓના પુસ્તકનું વિમોચન થતા આભાર માન્યો હતો. આ ઉપરાંત મહિલાઓ સાથે કેન્દ્રીય મંત્રીએ મુક્ત ચર્ચા પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है