વિશેષ મુલાકાત

ધરમપુર સર્કિટ હાઉસ ખાતે આદીવાસી સમાજના આગેવાનોની બેઠક મળી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ચુનીલાલ ચૌધરી, વલસાડ: ગતરોજ સર્કિટ હાઉસ ધરમપુર ખાતે આદીવાસી સમાજ ના આગેવાન  જયેન્દ્ર ગાંવિત ના અધ્યક્ષ સ્થાને ઍક બેઠક મળી હતી. જેમાં ધરમપુર તાલુકા ના આદીવાસી સમાજ ના આગેવાનો  આનંદભાઈ ડી. બારાત. ગામ.વાઘવળ, સુરેશભાઈ સી. ગાયકવાડ ઉપલ્પાડા, મોતીરામભાઈ જાદવ વાઘવળ,  જ્યરામભાઈ મિસાળ સિદુંબર, યુવરાજભાઈ દરવડા ઉલસપેંઢી નાઓ સહીત અનેક આગેવાનો બેઠક માં જોડાયા હતા. બેઠક માં ખુબ જ સાત્વિક પોઝિટિવ ન્યાય અને આદીવાસી સમાજ ના હિત માટે અનેકવિધ પડતર પ્રશ્નો પર વિશેષ ચર્ચાઓ કરવાં માં આવી જેમાં મુખ્યત્વે આદીવાસી સમાજ સાથે ના અન્યાય સામે ની અનેક લેખીત રજુઆત આવેદનપત્ર કે ધરણાઓ થતાં હોય  છતાં પણ ન્યાયીક તપાસ કરી કોઇ પણ યોગ્ય જવાબ મળતો નથી. માટે વિચારવા જેવી અને સમાજ માટે ખુબ દુઃખદ બાબત છે. જે અનુસંધાને ન્યાયીક રણનીતિ બનાવવા માટે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી. વલસાડ અને ડાંગ જિલ્લા ના તમામ આદીવાસી સમાજ ના આગેવાનો સાથે ચર્ચા ઓ કરીશું અને આગળ ની ન્યાયિક રણનીતિ તૈયાર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે જંગલ,  જમીન , જમીન સંપાદન , આરોગ્ય,  શિક્ષણ વિભાગ ના પ્રશ્ન ભારત સરકાર ના બંધારણ ની જોગવઈઓ પાંચ મી અનુસૂચિ વિસ્તાર માં અમલ કરવો સાથે રૂઢિ પ્રથા ગઠન રચના કરી ગ્રામ સભા મા આદીવાસી સરકારના કાયદાઓ બનાવવા માટેની પ્રકૃતિ નુ જતન કરવું આદિ અનાદી કાળથી ચાલતી રીત રિવાજ વ્યવહાર અમલ કરવો, વ્યસમુક્તિ , બાળ લગ્ન અટકાવવા કુરિવાજો બંધ કરવાં જેવા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાએ કરવામા આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है