પર્યાવરણ

તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન કૂલ- 1,24,680 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન કૂલ- 1,24,680 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું:

43,210 મેડિશનલ પ્લાંટ અને 81,470 અન્ય ફળ, ફુલના રોપા મળી સમગ્ર જિલ્લામાં 1,24,680 રોપાઓનું વિતરણ થયુ: લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા જોવા મળી:

વ્યારા-તાપી : રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં ૨૦ વર્ષમાં કલ્યાણકારી યોજનાઓ થકી જનતાના સર્વાંગી વિકાસ સાધીને મહત્વની સિદ્ધીઓ પ્રાપ્ત કરી છે. ગુજરાતની આ વિકાસની યાત્રા અવિરત ચાલુ રહે તે માટે તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા. ૫ જુલાઈ થી ૧૯ જુલાઈ સુધી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં લોકોમાં પ્રકૃતિ પ્રત્યે પણ જાગૃતિ કેળવાય તે હેતુથી વન વિભાગ દ્વારા વિના મૂલ્યે ફળ,ફૂલ સહિતના વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લામાં વૃક્ષારોપણને જાહેર જનતા દ્વારા બોહળો પ્રતિસાદ મળ્યો હતો.


તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વ્યારા અને ડોલવણ તાલુકામાં 11,900 મેડિશનલ પ્લાન્ટ અને 27,390 અન્ય ફળફળાદી અને ફુલના રોપા મળી કૂલ-39280 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં 14,000 મેડિશનલ પ્લાન્ટ અને 4000 અન્ય મળી કૂલ-18000 રોપા, સોનગઢ તાલુકામાં 9810 મેડિશનલ અને 27,590 અન્ય મળી કૂલ-34400 રોપા અને વાલોડ તાલુકામાં 7500 મેડિશનલ અને 22,500 અન્ય મળી કૂલ-30,000 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ તાપી જિલ્લામાં કુલ- 43,210 મેડિશનલ પ્લાન્ટ અને અન્ય 81,470 પ્લાન્ટ મળી કુલ -1,24,680 રોપાઓનું વિતરણ વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ-સુરત-તાપીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
સામાજિક વનીકરણ વિભાગ-સુરત-તાપીના જણાવ્યા અનુસાર આ રોપાઓમાં સૌથી વધુ વડ, ગરમાળા, લીમડો, ગુલ મહોર, આસોપાલવ, આંબળા, સરગવો, ફણસ સહિત વિવિધ ફળો અને ફૂલોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વૃક્ષોનું વધુ પ્રમાણમાં વાવેતર થઇ શકે તે માટે વન વિભાગ દ્વારા વિના મુલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં નાગરિકો વૃક્ષારોપણમાં ખાસ રસ દાખવતા જોવા મળ્યા હતા. જેથી શાળા કોલેજ, વિવિધ જાહેર સ્થળો, ખેતરો તથા પોતાના ઘરો- શેરીઓની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં આ યાત્રા દરમિયાન કુલ-૨૭૮ પ્રકલ્પોના લોકાર્પણ અંદાજિત રૂપિયા ૮૧૭.૮૮ લાખના ખર્ચે, કુલ-૭૩ પ્રકલ્પોના ખાતમુહુર્ત ૪૬૬.૦૬ લાખના ખર્ચે અને ૭૦ નવા પ્રકલ્પોની જાહેરાત કરવાની સાથે રથ યાત્રા દરમિયાન સાફલ્ય ગાથાઓની ફિલ્મ નિદર્શન, વિવિધ સમિતિની બેઠકો, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્ર્પધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દરેક ગામોમાં નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે યાત્રાને વધાવી લેતા તાપી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાને ભારે સફળતા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है