રાષ્ટ્રીય

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ:

જિલ્લામાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી અન્વયે આગામી તા.૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન યોજાશે ‘‘હર ઘર તિરંગા’’કાર્યક્રમ: સમગ્ર તાપીમાં અંદાજિત 332357 સ્થળોએ ધ્વજ લગાવામાં આવશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ની ઉજવણી અન્વયે આગામી તા.૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન યોજાશે ‘‘હર ઘર તિરંગા’’કાર્યક્રમ: સમગ્ર તાપીમાં અંદાજિત 332357 સ્થળોએ ધ્વજ લગાવામાં આવશે:
જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ;

તમામ ટ્રેકટર ધારક ખેડૂતો પોતાના ટ્રેકટર ઉપર ધ્વજ લગાવી ગામમા રેલીમાં જોડાશે, તમામ બોટ ધારક માછીમારો બોટ ઉપર ધવ્જ લગાવી તાપી નદી ઉપર લાઇન બદ્ધ ઉભા રહી તિરંગાને સલામી આપશે.
.
શાળા-કોલેજોમાં ક્વિઝ કોમ્પીટીશન અને નિબંધ, વકૃત્વ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાકારો અને રમતવિરો દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય રેલી યોજાશે:

જિલ્લાના દરેક ઘર, કચેરી, વ્યાવસાયિક-ઔદ્યોગિક એકમો, ખાતે તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગો ખરીદી તેને લહેરાવાનો અનુરોધ કરતા જિલ્લા વહીવટી તંત્ર:

દરેક ગ્રામ પંચાયત, દૂધ મંડળી, નગરપાલીકાના વોર્ડ મુજબ સ્ટોલ ખાતે તિરંગાનું વેચાણ કરવામાં આવશે: 

વ્યારા-તાપી:  રાજ્યભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ઉજવણી થનાર છે. આ અન્વયે તાપી જિલ્લામાં ઉજવણીના સુચારૂ આયોજન માટે આજરોજ તાપી કલેક્ટર કચેરીના સભાખંડ કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતીમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનાં આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમના આયોજન અને તેના અમલીકરણ સંદર્ભે રૂપરેખા સાથે અમલીકરણ અધિકારીઓને જરૂરી રચનાત્મક સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથે આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તથા દરેક ગ્રામ પંચાયત, દૂધ મંડળી, નગર પાલીકાના વોર્ડ મુજબ સ્ટોલ ખાતેથી નિયત તિરંગાનું વેચાણ થાય ત્યાથી ખરીદી કરી તિરંગા પોતાના સ્થળે લહેરાવવા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.
અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ ખાસ જણાવ્યું હતું કે, ‘‘હર ઘર તિરંગા’’એ લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેના ગર્વની ભાવના વધુ પ્રબળ બને તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંતર્ગત જિલ્લાના તમામ ઘર, દુકાનો, શાળાઓ, આંગણવાડીઓ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, ઉદ્યોગ અને વેપારી ગૃહો વગેરે તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ આદરપૂર્વક ફરકાવવામાં આવશે. જેના માટે જે-તે સંસ્થાઓ, તમામ શહેરીજનો-ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સ્વ સહાય જૂથો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, ગ્રામ સંગઠનો વગેરેને દ્વારા તિરંગો ખરીદી તેને વિવિધ સ્થળોએ લહેરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સહભાગી થવાનો જાહેર અનુરોધ કરી જિલ્લાના ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારમાં તિરંગા ફરકાવવાનું આયોજન તમામ નાગરિકો દ્વારા દેશભક્તિની ભાવના સાથે સુનિશ્ચિત કરવા તમામ સંબંધિત અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
બોક્સ-1
તાપી જિલ્લામા યોજાનાર આ કાર્યક્રમમાં જિલ્લામાં અંદાજે 298 ગ્રામ પંચાયતો, તાપી જિલ્લામા 327814 કુટુંબો, 1225 સહકારી મંડળીઓ, 930 સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, 120 સરકારી અને ખાનગી ઉચ્ચતર-માધ્યમિક શાળાઓ, 812 આંગણવાડીઓ, 10 કોલેજો, 290 PHC/CHC/સબસેન્ટર/હોસ્પિટલ, 07 વેટરનીટી કલીનીક અને દવાખાના, 69 કચેરીઓ, 248 સસ્તા અનાજની દુકાનો, 85 પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી, 13 પોલીસ સ્ટેશન અને જેલ, 170 ઉદ્યોગ વેપારીઓ મળી અંદાજિત 332357 સ્થળોએ ધ્વજ વંદન કરવામાં આવશે.
બોક્સ-2
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ ખાસ જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના તમામ ટ્રેકટર ધારક ખેડૂતો પોતાના ટ્રેકટર ઉપર ધ્વજ લગાવી ગામમા રેલીમાં જોડાશે, તમામ બોટ ધારક માછીમારો બોટ ઉપર ધ્વજ લગાવી તાપી નદી ઉપર લાઇન બદ્ધ ઉભા રહી તિરંગાને સલામી આપશે. જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં ક્વિઝ કોમ્પીટીશન અને નિબંધ, વકૃત્વ સ્પર્ધાઓ યોજાશે. સાથે સાથે 13-14 ઓગસ્ટ-2022 ના રોજ વિવિધ સ્થળોએ દેશ ભક્તિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તથા જિલ્લાના કલાકારો અને રમતવિરો દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય રેલી યોજાશે.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની બેઠકમાં તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, ડીવાયએસપીશ્રી ચંદ્રસિંહ જાડેજા, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.જે.વલવી, ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી અશોક ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है