
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
ડેડીયાપાડા ની એ.એન.બારોટ વિધાલય ખાતે શાળાના સ્થાપના દિવસ ની ઉજવણી કરાઇ;
વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી, શાળાના શિક્ષક ભાઈ, બહેનો દ્વારા સુંદર પ્રાર્થના રજુ કરવામાં આવેલ હતી, શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું હતું,
એ.એન.બારોટ વિદ્યાલય, ડેડીયાપાડા માં શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે આચાર્ય યોગેશભાઈ પી.ભલાણી તેમજ સ્ટાફ અને શાળાના ભતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી, શાળાના શિક્ષક ભાઈ, બહેનો દ્વારા સુંદર પ્રાર્થના રજુ કરવામાં આવેલ હતી, શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કર્યું હતું, આ પ્રસંગે શાળાના આચાર્ય યોગેશભાઈ પી.ભલાણી દ્વારા ઇ.સ 1957થી શાળાના ઇતિહાસની વિદ્યાર્થીઓને વિશેષ માહિતી આપી ભરૂચ જીલ્લા આદિવાસી સેવા સંઘ, કેળવણી મંડળ, રાજપીપલા સંચાલિત તમામ સ્કૂલ, કોલેજો તેમજ અન્ય તમામ સંસ્થાનોઓ પરિચય, આપી સંસ્થાના આદ્ય સ્થાપક સ્વ.રત્નસિંહજી ગણપતસિંહજી મહિડા સાહેબએ ખુબજ વિકટ પરિસ્થિમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણના બીજ રોપ્યા હતા, જે આજે મોટું વટવૃક્ષ બનીને આપણી સમક્ષ ઉભું કરનાર મહિડા સાહેબના વિરાટ વ્યક્તિત્વનો સવિશેષ પરિચય કરાવેલ હતો,
સાથે સ્વ.અમરસિંહજી નાથાબાવા બારોટ સાહેબને વિશેષ યાદ કરી ઇતિહાસ ગાથાની સુંદર અને સવિશેષ રજૂઆત કરી હતી, તેમજ શાળા ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય આપ્યા હતા, વિદ્યાર્થીઓને મીઠાઈ આપી આજના આ વિશેષ દિવસની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.