દેશ-વિદેશ

બાળ મજૂરીને રોકી નાના-નાના ભૂલકાઓને યોગ્ય શિક્ષણ આપી સક્ષમ બનાવવા એ હાલના સમયની માંગ: જુનેદ પટેલ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રેસ નોટ 

બાળ મજૂરીને રોકી નાના-નાના ભૂલકાઓને યોગ્ય શિક્ષણ આપી સક્ષમ બનાવવા એ હાલના સમયની માંગ: જુનેદ પટેલ

૧૨ જુન એટલે  “વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસ” નિમિત્તે ઉજવણી કરીને ભૂલી જવા કરતાં આ વિષય પર સતત કામ કરતાં રહેવું એ આપણી દરેકની સામાજિક ફરજ: 

તારીખ ૧૨ જુન ને વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસ નિમિત્તે ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ ના પુર્વ દક્ષિણ ગુજરાત પ્રભારી તેમજ  સિવિલ એન્જિનિયર જુનેદ પટેલ દ્વારા બાળ મજૂરી ને રોકવા તેમજ શિક્ષણ આપી તેમને સક્ષમ બનાવવાં આહ્વાન કરાયું હતું.

વધુ માં જુનેદ પટેલ એ જણાવ્યું હતું કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે, માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વનું ભવિષ્ય પણ બાળકો જ છે. પરંતુ આજના સમયમાં કેટલાય બાળકો છે જે શાળાએ જવા કે રમવા-કૂદવાની જગ્યાએ કામ કરવા માટે મજબૂર છે. બાળકોના આ પ્રકારનું કામ કરવું તે એક ચિંતાનો વિષય છે. આ દિવસે તમામ શ્રમિક સંગઠન, સેવાભાવી સંસ્થા અને સરકાર બાળ મજૂરીને સમાપ્ત કરવાના સંકલ્પ લેતી હોય છે. તેમ છતા આજદિન સુધી  બાળમજૂરી યથાવત છે.

બાળકોને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ વર્તમાનનું ચિત્ર આ વિચારોથી તદ્દન વિપરિત છે. બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. બાળમજૂરી ફક્ત શિક્ષણ છીનવતી નથી તે તો બાળપણ પણ છીનવે છે. 

ગરીબ બાળકો રમવાના અને  શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉંમરમાં મજૂરી કરી રહ્યા છે. જેનાથી બાળકોના જીવન તેમજ તેમના શિક્ષણમાં સકારાત્મક અસર જોવા મળે. શિક્ષણનો અધિકાર પણ બાળમજૂરી નાબૂદ કરવાની દિશામાં પ્રશંસનીય કાર્ય છે. તેમછતાં હજુ પણ બાળમજૂરીની સમસ્યા એક વિકટ સમસ્યા તરીકે તેમના બાળપણને નષ્ટ કરી રહી છે. આવો આજે આપણે  શપથ લઈએ કે બાળ મજૂરી જેવાં  સામાજિક દુષણ ને  રોકવા આપણે બનતા તમામ  પ્રયાસ કરીએ અને દેશ માટે  આદર્શ બાળક બનાવીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है