શિક્ષણ-કેરિયર

સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યાં:

૧૭ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર મેડલ અને ૪ બ્રોન્ઝ મેડલ જીતીને નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ:

સેન્ટ ઝેવિયર્સના વિજેતા રમતવીરો રાજ્યકક્ષાની સ્પર્ધામાં નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે:

દેડીયાપાડા: સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં દોડ, કુદ અને ફેંક વિભાગ તેમજ ફૂટબોલ અને ખો – ખો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.

નર્મદા જિલ્લામાંથી કુલ ૩૫૦ થી વધુ એથલેટિક્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના ૧૨૬ જેટલા વિદ્યાર્થીઓએ એથ્લેટીક્સ, ખો-ખો, કબડ્ડી અને ફૂટબોલ જેવી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. U-14 બહેનોમાં જયશ્રીબેન વસાવા ૪૦૦ મીટર દોડમાં પ્રથમ, ૮૦૦ મીટરની દોડમાં રીયાબેન વસાવા પ્રથમ, ૨૦૦ મીટરની દોડમાં કિંજલબેન દ્વિતીય, ૧૦૦ મીટરની દોડમાં વસાવા નીતિક્ષાબેને ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો. 

U-17 બહેનોમાંથી કિંજલબેન ૧૦૦ મીટર હડલ્સમાં પ્રથમ, ૮૦૦ મીટર દોડમાં ભૂમિબેન વસાવા પ્રથમ, ૧૫૦૦ મીટર દોડમાં વસાવા નિતીક્ષા પ્રથમ, ૩૦૦૦ મીટર દોડમાં વસાવા દર્શિકા પ્રથમ, ગોળા ફેંકમાં જાનવીબેન વસાવા પ્રથમ, ૩૦૦૦ મીટરમાં સ્વાતિબેન દ્વિતીય, ચક્રફેકમાં ધ્રુવીબેન દ્વિતીય, ૪૦૦ મીટર દોડમાં ભૂમિ વસાવા તૃતીય, ૧૦૦ મીટર હડલ્સમાં ભગત કૃતિકા તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો.

U-17 ભાઈઓમાં પ્રિન્સ વસાવાએ ૧૦૦ મીટર અને ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ, પ્રિતમ વસાવાએ ઉંચીકુદમાં પ્રથમ, એલેક્ષ વસાવાએ ૧૧૦ મિટર હડલ્સ અને ટીમ ૧૦૦ x૪ રિલેમાં પ્રથમ, પાવન વસાવા ૮૦૦ મીટર દોડમાં દ્વિતીય, પ્રિયાંકભાઈ ૨૦૦ મીટર દોડમાં દ્વિતીય, આકાશ વસાવા ૪૦૦ મીટરમાં તૃતીય ક્રમાંક હાંસલ કર્યો હતો.

U-17 અને U-14 ફુટબોલ સ્પર્ધાના બંને વિભાગમાં ૫-ગોલ્ડ મેડલ અને ૧-સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કુલ ૧૭- ગોલ્ડ મેડલ, ૬-સિલ્વર મેડલ અને ૪-બ્રોન્ઝ મેડલ મેળવીને વિદ્યાર્થીઓએ નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યુ છે. સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ દેડિયાપાડાના મેનેજર શ્રી ફાધર રોબોર્ટ તથા આચાર્યશ્રી રેવ.સિ.રોઝા જ્યોતિ, શિક્ષક ગણ અને કોચ ગામીત યોસેફ દ્વારા રમતવીરોને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ રમવા માટે શુભકામના પાઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા, ટ્રેનર્સ-કોચ સહિતની સંપૂર્ણ ટીમ જિલ્લાના બાળકોને રમતક્ષેત્રે રૂચિ કેળવવા, અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત રમતક્ષેત્રે સારો દેખાવ કરવા સતત પ્રોત્સાહિત કરી રહ્યાં છે. એવામાં શાળાના બાળકોએ જે રીતે મેડલો મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યુ છે ત્યારે કહી શકાય કે જિલ્લાની આ ભાવિપેઢી રમતક્ષેત્રે જિલ્લા સહિત રાજ્ય-રાષ્ટ્રનો પાયો મજબુત કરશે. ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા યોજનાર સ્પર્ધામાં સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, ડેડીયાપાડા ના વિજેતા વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

રિપોર્ટર: સર્જનકુમાર વસાવા  નર્મદા, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है