રમત-ગમત, મનોરંજન

જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૧૦ મી ઓક્ટોબર થી તા.૭ મી નવેમ્બર દરમિયાન યોજાશે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજય કક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૧ નવેમ્બરે યોજાશે

રાજપીપલા :- માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસએપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન ”MOBILE TO SPORTS” ની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયોQuiz, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વિડિયો કલીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.

આ હેતુને સુચારુ રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે, જેમાં ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો ભાગ લઈ શકશે. સ્પર્ધકે A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૭/૧૧/૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં પોતાના જિલ્લામાં આવેલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ મોકલવાની રહેશે.
રાજયકક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂા.૧૦,૦૦૦/-દ્ધિતિય વિજેતાને રૂા.૭,૫૦૦/-તૃતિય વિજેતાને રૂા.૫૦૦૦/-એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને (પ્રત્યેક) રૂા.૨૫૦૦/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે.
આ અંગેની વધુ માહિતી “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ”યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબચેનલની લીંક http://www.youtube.com/channel/UCzsjROvtHpN4rK_ensUaz-g પરથી મળી શકશે, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી, નર્મદા તરફથી જણાવાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है