રમત-ગમત, મનોરંજન

ખેલ મહાકુંભમાં વઘઈ સરકારી કૉલેજના ખેલાડીઓનો જલવો, તાલુકા કક્ષાએ અનેક મેડલ સાથે ભવ્ય સફળતા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ખેલ મહાકુંભમાં વઘઈ સરકારી કૉલેજના ખેલાડીઓનો જલવો, તાલુકા કક્ષાએ અનેક મેડલ સાથે ભવ્ય સફળતા:

દિનકર બંગાળ, આહવા: રાજ્ય સરકાર દ્વારા યુવાનોમાં રહેલી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ટીમભાવના વિકસાવવા માટે આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત વઘઈ તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વઘઈના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કૉલેજ તેમજ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

સપ્તધારા પ્રકલ્પ હેઠળ ખેલ-કૂદ ધારા અંતર્ગત આયોજિત વિવિધ રમતોમાં કૉલેજના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ટીમ સ્પર્ધાઓમાં કબડ્ડી (ભાઈઓ અને બહેનો) તેમજ વોલીબોલ (ભાઈઓ અને બહેનો) બંને વિભાગોમાં કૉલેજની ટીમો તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયન બની હતી. વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ મેડલો જીત્યા હતા.

વિદ્યાર્થીઓની આ સફળતા માટે કૉલેજના આચાર્યશ્રી ડૉ. જે. એમ. ભોયાના માર્ગદર્શન હેઠળ પ્રો. રાકેશભાઈ નાયકા, પીટીઆઈ (PTI) શ્રી ભુપેન્દ્રભાઈ, પ્રા. જયેશભાઈ અને પ્રા. મેહુલભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સતત રમતગમતની તાલીમ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. કૉલેજ પરિવાર તરફથી તમામ વિજેતા રમતવીરોને અભિનંદન પાઠવી આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है