રમત-ગમત, મનોરંજન

વિનોબા આશ્રમશાળા ગડતના ખેલાડીઓ જિલ્લા કક્ષાએ યોજાયેલ હેન્ડબોલ અંડર-૧૪ માં ચેમ્પિયન:

રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ૮ દીકરીઓની પસંદગી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

વિનોબા આશ્રમશાળા ગડતના ખેલાડીઓ જિલ્લા કક્ષાએ હેન્ડબોલમાં ચેમ્પિયન : રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધા  માટે ૮ દીકરીઓની પસંદગી થતાં ખુશી નો માહોલ

ગ્રામિણ ટુડે, તાપી: ગત તા. ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ ઊંચામાળા (વ્યારા) ખાતે ‘સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (SGFI) અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં હેન્ડબોલ (અંડર-૧૪) સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામસેવા સમાજ વ્યારા, દ્વારા  સંચાલિત વિનોબા આશ્રમશાળા ગડતના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા પદ હાસિલ કર્યું છે.
વિદ્યાર્થીઓએ પોતાની શાનદાર અને  ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને  શાળા, માતા-પિતા અને સમગ્ર શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળામાં આનંદ અને ગૌરવનો માહોલ છવાયો હતો.
બાળકોની આ સફળતા બદલ શાળાના આચાર્યશ્રી યોગેશભાઈ ગામીત, તેમજ સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

હેન્ડબોલ -રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ ખેલાડીઓ:
૧) ક્રિસ્ટીના નીતિનભાઈ ગામીત
૨) સોનલ સુનિલભાઈ ગામીત
૩) યશસ્વી શૈલેષભાઈ ગામીત
૪) આરુષિ વિપુલભાઈ ગામીત
૫) એંજલ આશિષ ગામીત
૬) પ્રિયાંશી સંદીપભાઈ કોંકણી
૭) સોહાની સંદીપભાઈ ગામીત
૮) મિતાલી મોહનભાઈ નિકુળિયા

અત્રે ઉલ્ખલેનીય છે કે  એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સુરત દ્વારા વિનોબા આશ્રમશાળા ગડતના બાળકો માટે  અધ્યતન ભૌતિક સુવિધા  ઉભી કરવા દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત અને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રેરણા આપી છે. આ સાથે જ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ આ બાળકો વધુ સારું પ્રદર્શન કરી ચેમ્પિયન બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है