દક્ષિણ ગુજરાત

જીવાદોરી સમાન સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે ઓવરફલો :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કાકડીઆંબા સિંચાઇ યોજના: 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો):

આજે બપોરે ૦૩:૦૦ કલાકે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે સપાટી નોંધાઈ,

આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨૫ સે.મી. થી ઓવરફલો,

નાના કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૫ ગામોને ખરીફ-રવિ-ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે: 

                રાજપીપલા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી આજે તા.૧૧ મી જુલાઈ,૨૦૨૨ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૯૬ મીટરે ભરાતા નાના કાકડીઆંબા ડેમ હાલમાં છલકાયો છે. (ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૨૫ સે. મી. ઓવરફલો છે તેમજ ૨૩૩૮ ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઈ છે.

        નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નિચાણવાળા વિસ્તારવાળા ગામોને એલર્ટ પણ કરાયા હોવાની જાણકારી તેમણે આપી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है