દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લાની ૪૧ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે ભરાયા કુલ ૧૪૧ ઉમેદવારી પત્રો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લાની ૪૧ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે  કુલ ૧૪૧ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતાં:

એક તરફ સરકાર અને તંત્ર લાખોની ગ્રાન્ટ અને સહાય આપવા અને ગ્રામ સમરસ બને માટે પ્રયત્નો કરી રહયું છે જયારે બીજી તરફ લોકોમાં સરપંચ પદ માટે હોડ લાગી છે એવું ચિત્ર સ્પષ્ટ દેખાય આવે છે, 

ડાંગ, આહવા:  આગામી તા.૧૯મી ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ યોજાનારી ડાંગ જિલ્લાની કુલ ૪૧ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે આજદિન સુધીમા કુલ ૧૪૧ ઉમેદવારી પત્રો, જિલ્લા ચૂંટણી તંત્ર સમક્ષ રજુ થયા છે. 

રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી-વ-નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગામીત તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આજે, એટલે કે તા.૪/૧૨/૨૦૨૧ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ સુધી, ડાંગ જિલ્લાની કુલ ૪૧ ગ્રામ પંચાયતોના સરપંચના પદ માટે કુલ ૧૪૧, જ્યારે ૩૭૦ વોર્ડ માટે કુલ ૮૭૬ ઉમેદવારોએ નામાંકન પત્રો રજૂ કર્યા છે. 

ઉલ્લેખનિય છે કે, તા.૬/૧૨/૨૦૨૧ ના રોજ આ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. જ્યારે તા.૭/૧૨/૨૦૨૧ ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ, હરીફ ઉમેદવારોની યાદી આખરી થવા પામશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है