રાષ્ટ્રીય

ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ થતા તાપી જિલ્લાનું ધોરણ ૧૦નું કુલ-૫૬.૮૨ ટકા પરિણામ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા ધોરણ ૧૦નું કુલ-૫૬.૮૨ ટકા પરિણામ:

વ્યારા-તાપી: માર્ચ-૨૦૨૨માં યોજાયેલી ધોરણ-૧૦ની પરીક્ષાનું પરિણામ થતા તાપી જિલ્લાનું ધોરણ ૧૦નું કુલ-૫૬.૮૨ ટકા પરિણામ આવ્યું છે.
તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમે વસાવા સર્વચના નરેશભાઇ કુલ-૬૦૦ ગુણમાંથી ૫૭૧ ગુણ સાથે ૯૫.૧૬ ટકા, એકલવ્ય મોડેલ રેસીડન્સીયલ સ્કુલ, ખોડદા નિઝરની વિદ્યાર્થીની, બીજા ક્રમે મોદી નિષ્ઠા રાજેન્દ્રપ્રસાદ, કુલ-૬૦૦ ગુણમાંથી ૫૭૦ ગુણ સાથે ૯૫.૦૦ ટકા, જીવન સાધના વિદ્યાલય, ઉકાઇ, સોનગઢની વિદ્યાર્થીની તથા ત્રીજા ક્રમે બિરારી આર્જવ વિજયકુમાર, કુલ-૬૦૦ ગુણમાંથી ૫૬૯ ગુણ સાથે ૯૪.૮૩ ટકા, જે.બી.એન્ડ એસ.એ.સાર્વ.હાઇ સ્કુલ,વ્યારાનો વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.


વધુમાં તાપી જિલ્લામાં કુલ- ૮૧૭૩ વિદ્યાર્થીઓ પૈકી ૭૯૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ગ્રેડ અનુસાર જોઇએ તો, એ-1 ગ્રેડમાં ૪૦ વિદ્યાર્થીઓ, એ-2માં ૨૪૪, બી-1માં ૬૭૧, બી-2માં ૧૨૩૫, સી-1માં ૧૪૯૮, સી-2માં ૮૨૫, ડી-માં ૨૯, મળી કુલ-૪૫૪૨ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું કુલ-૫૬.૮૨ ટકા પરીણામ જાહેર થયુ છે. આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે અભિનંદન પાઠવ્યા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है