મારું ગામ મારાં ન્યુઝ

તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલક ને રજૂઆત કરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, કરૂણેશભાઈ ચૌધરી

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા  નાયબ કાર્યપાલક ને રજૂઆત કરાઈ:
ઉમરપાડા તાલુકાના (વાડી રજવાડી ફીડર) સતત અનિયમિત મળતો હોવાથી ખેડૂતોનો પ્રશ્ન અમારી સમક્ષ આવતા આપ સાહેબને જણાવવાનું કે આ બાબતે અમારી રજૂઆતનો યોગ્ય નિકાલ લાવી, કમ્પલેન નંબર પર ફોન કરતાં યોગ્ય જવાબ મળતો નથી લાઈનમેન ફોન ઉપાડે તો યોગ્ય જવાબ આપતા નથી. જેથી આ તમામ બાબતોની યોગ્ય તપાસ કરાવશો અને AG વીજપુરવઠો સમયસર મળે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા અમારી માગણી સાથે વિનતી છે.
આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હરીશભાઈ, જિમ્મી વસાવા, અશોકભાઈ, ધારાસિગ, હિરાલાલભાઈ, શેનભાઈ, કરણભાઈ, નગીનભાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિતિ રહીને આવેદન પત્ર આપ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है