દક્ષિણ ગુજરાત

સાયબર ક્રાઇમ અંગેની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા તાબદા ખાતે સેમીનાર યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા તાબદા ખાતે સેમીનાર યોજાયો;

ડેડીયાપાડા પીએસઆઈ એલ.ડી.વસાવા અને હે.કો. મંગુભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા;

ડેડીયાપાડા: આજના ટેકનોલોજી ના યુગમાં મોબાઇલ, ઈન્ટરનેટ તથા સાયબર થી બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ, ફ્રોડ, મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ ટેબલેટ, ઇન્ટરનેટ ના માધ્યમ થી કાયદા કાનૂનનો ભંગ કરીને કરાતી છેતરપિંડી લાલચ આપવી ડિજિટલ ડેટાની ચોરી પાસવર્ડ કે ઓટીપી લઈ નાણાંની ઉપાડવાની ચોરી તેમજ અન્ય પ્રવૃત્તિઓ દ્વારા લોકો અને વિધાર્થીઓ સાયબર ક્રાઇમ ના ભોગ બનતા હોય છે.ત્યારે સાઇબર ક્રાઇમ અવરનેસ ડેડિયાપાડા પોલીસ મથક ના પીએસઆઈ એલ.ડી.વસાવા વસાવા તેમજ હે.કો.મંગુભાઈ વસાવા દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડ ને અટકાવવાના તેમજ જાગૃતિ લાવવા ડેડીયાપાડા ના સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા,તાબદા ના વિદ્યાર્થીઓનો સેમીનાર યોજી સમગ્ર માહિતી પૂરી પાડી હતી, તેમજ વિદ્યાર્થીઓમાં સાયબર હેકિંગ સાયબર થી થતા ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ પ્રકારના સાયબર ગુનાનો ભોગ બનતા અટકે તે માટે સાયબર થી થતા ક્રાઇમને અટકાવવાના સુચનો વિષય પર વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી.

 આધુનિક યુગમાં લોકો ઈન્ટરનેટનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે સાયબર ક્રાઇમ ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે તેથી વિદ્યાર્થીઓમાં સાયબર ફ્રોડથી બચાવવા અને લોકો પોતાની જાતે જ જાગૃત થાય તે માટે ડેડીયાપાડા પોલીસ દ્વારા સેમીનાર યોજી વિદ્યાર્થીઓ સાયબર ક્રાઇમ અંગે જાગૃત થાય અને સાઇબર ક્રાઇમ નો ભોગ ન બને તેવો પ્રયાસ હાથ ધરાયો હતો. આ સાઈબર ક્રાઇમ સેમીનાર માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, તાબદાના શિક્ષકગણ સહિત મોટી સંખ્યા વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है