દક્ષિણ ગુજરાત

દેડીયાપાડા-સાગબારા તાલુકામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનનો પરવાનો મેળવવા માટે અરજી કરી શકાશે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જન વસાવા

દેડીયાપાડા-સાગબારા તાલુકામાં દિવાળીના તહેવારોમાં ફટાકડાની દુકાનનો પરવાનો મેળવવા માટે અરજી કરી શકાશે;

ચાલુ વર્ષે આગામી દિવાળીના તહેવારો દરમિયાન નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ફટાકડાનો ધંધો કરવા માટે ગ્રામ પંચાયતો નક્કી કરે તે સ્થળે દુકાનો કરવાની પરવાનગી મેળવવા માટેની અરજીઓ નિયત નમૂનામાં ફોર્મ નં-૪ માં ત્રણ નકલમાં સંપૂર્ણપણે માહિતી સાથે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી, દેડીયાપાડા જિ.નર્મદાને તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે.

તદ્અનુસાર, એક્સપ્લોઝીવ રૂલ્સ- ૧૮૮૩ ના નિયમ- ૧૩૫(૧), ૧૬૬ તથા પરવાના ફોર્મ નં.૨૪ ની શરત નંબર (૧) માંથી સરકારશ્રીએ એક્સપ્લોઝીવ એક્ટ-૧૯૮૪ ની કલમ-૧૦(૨) હેઠળ મુક્તિ આપેલ છે તથા ખુલ્લા મેદાનમાં ટેમ્પરરી શેડ બાંધી દુકાનો કરવા માટે સુચના આપેલ છે. જેથી રસ ધરાવતાં ઇસમોએ ઉપરની જોગવાઇઓમાં મળેલી મુક્તિને અનુરૂપ ફટાકડાની દુકાન કરવામાં રસ ધરાવતાં હોય તેઓએ નમુના નં. ૪ માં તા.૨૬/૦૯/૨૦૨૨ સુધીમાં ત્રણ નકલમાં અરજી કરવી તથા અરજી ઉપર રૂા. ૩.૦૦ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડી સાથે રૂા.૯૦૦/- (અંકે રૂપીયા નવસો પુરા) નું ચલણ પરવાના ફી અંગે “ ૦૦૭૦ અધર એડમીનીસ્ટ્રેટીવ સર્વિસ” ના સદરે જમા કરાવીને તેનું અસલ ચલણ સામેલ રાખવું. અરજી સાથે ગત વર્ષમાં મંજૂર કરેલ પ્લાનની ત્રણ નકલો તથા મેળવેલ લાયસન્સની નકલ ઉપરાંત હાલ જે સ્થળે ફટાકડા લાયસન્સ મેળવવા માંગતા હોય તે સ્થળ સ્થિતિનો નવેસરનો પ્લાન અરજી સાથે સામેલ રાખવા. ગ્રામ પંચાયત પાસેથી પ્લોટ ભાડે રાખ્યા અંગેની પાવતી પણ સામેલ કરવી. નક્કી કરવામાં આવેલા સ્થળ સિવાય અન્ય કોઇ સ્થળે પરવાનગી આપવામાં આવશે નહીં.
એક્સપ્લોઝીવ રૂલ્સ-૧૯૮૩ તથા અમલમાં આવેલ હોવાથી ઉક્ત નિયમોના નિયમ-૧૩૫ તથા ૧૩૭(૧) માં સૂચનાઓ મુજબ જણાવેલી વિગતે ફટાકડાની દુકાન સ્થળ નિયત વિગતવાળુ હોવું જોઇએ. આ ઉપરાંત સરકારશ્રી તરફથી વખતો વખતની જે કંઇ સુચનાઓ/આદેશો બહાર પડે તેવી જોગવાઇઓનો તેમજ કોવીડ-૧૯ ને ધ્યાને લઇ સરકારશ્રી તરફથી વખતો વખતની જે કંઇ સૂચનાઓ / આદેશો બહાર પડે તેવી જોગવાઇઓનો પણ અમલ કરવાનો રહેશે, અરજીનું ફોર્મ જે તે તાલુકાકક્ષાએ મામલતદાર કચેરીમાંથી તથા અત્રેની દેડીયાપાડા પ્રાંત કચેરીની રજિસ્ટ્રી શાખામાંથી વિનામૂલ્યે મળી શકશે. મુદ્દત બહાર આવેલ અરજીઓ કે અધૂરી વિગતોવાળી અરજીઓ કોઇપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહિ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है