દક્ષિણ ગુજરાત

દીપદર્શન સ્કૂલ ખાતે નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમા વાલી સંમેલન યોજાયુ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ 

આહવાની દીપદર્શન સ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા વાલી સંમેલન યોજાયુ :

 આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત દીપદર્શન સ્કૂલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિમા રંગારંગ કાર્યક્રમો સાથે વાલી સંમેલનની ઉજવણી કરવામા આવી હતી.

મેઘધનુષ્યના સપ્તરંગો સમાન જીવન મૂલ્યોમા આધ્યાત્મિકતા, વિવેક, શાંતિ, સન્માન, સંસ્કૃતિનુ જતન, કેળવણી, અને દેશભક્તિ જેવા મૂલ્યોનુ સિંચન બાળકોમા થાય, તે હેતુને ધ્યાનમા રાખી “જીવન ઉજાસ” થીમ ઉપર શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા.

આ પ્રંસગે ડાંગના ધારાસભ્ય અને  વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, શાળાઓ વિદ્યાર્થીઓમા વ્યક્તિત્વ ધડતરનુ કામ કરે છે. ગુરૂ અને શિષ્યનો સંબધ અજોડ હોય છે. બાળકો વાલીઓ કરતા શાળાના શિક્ષકો સાથે વધારે સમય વિતાવતા હોય, ત્યારે બાળકોની સાચવણીથી લઇ શિક્ષણ ઉજાસ પાથરવાનુ કામ શાળાના શિક્ષકો કરી રહ્યા છે. અહી દીપદર્શન શાળાએ પણ ડાંગ જિલ્લામા શિક્ષણરૂપી દિપ જ્યોતી પ્રગટાવી છે.

વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલે વર્ષ ૨૦૨૨-૨૩ ની પોતાની એમ.એલ.એ. ગ્રાન્ટમાંથી રૂપિયા બે લાખ શાળાના વિકાસ કાર્ય માટે ફાળવવાની જાહેરાત કરી હતી.

વાલી સંમેલન નિમિત્તે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અતિથિ વિશેષ જિલ્લા કલેકટરશ્રી ધર્મેંન્દ્રસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતિ નિલમબેન ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઇ પવાર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઇ ડી. દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેંદ્રભાઇ ઠાકરે, આહવા નગરના ઉપસરપંચશ્રી હરિરામ સાંવત, દીપદર્શન સ્કૂલના પ્રિન્સિપાલ સિસ્ટર સુહાસિની પરમાર, સંસ્થાના સંચલાકશ્રીઓ, અન્ય સંસ્થાઓના ફાધરો/સિસ્ટરો, ડાંગ જિલ્લાની જુદી જુદી સંસ્થાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, શિક્ષકો, મોટી સંખ્યામા વાલીગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

પત્રકાર: રામુભાઈ માહલા ડાંગ જીલ્લા બ્યુરો ચીફ. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है