દક્ષિણ ગુજરાત

તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ , તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારના તંત્રી અને તેમના પરિવારજનો સામે ગુનો દાખલ કરી ધરપકડ બદલ તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું:

વલસાડના પત્રકાર અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી સત્તાનો દુરઉપયોગ કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું:

પત્રકારને દેશની ચોથી જાગીરનો દરજ્જો મળેલો છે અને પત્રકાર એ સમાજમાં એક વિશ્વસનીય પાત્રતા ધરાવે છે, પરંતુ વલસાડના દક્ષિણ ગુજરાત વર્તમાન અખબારના તંત્રી અને તેમના પરિવારજનો સામે પોલીસ દ્વારા ગંભીર ગુનો દાખલ કરી અખબારના તંત્રીની ધરપકડ કરવામાં આવતા રાજ્યના પ્રમાણિક અને કર્મનિષ્ઠ પત્રકારોમાં ઘેરા પ્રત્યઘાતો પડ્યા છે, પોલીસ દ્વારા દાખલ કરાયેલ ફરીયાદમાં સી-સમરી કરી સત્તાનો દુરઉપયોગ કરનાર પોલીસ અધિકારી સામે પગલા ભરવા બાબત આજરોજ તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીને સંબોધતું એક આવેદનપત્ર તાપી જિલ્લા કલેકટરશ્રીને આપવામાં આવ્યું છે.

તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ, તાપી જિલ્લાના પત્રકારત્વના અલગ અલગ માધ્યમ સાથે જોડાયેલ તંત્રીઓ, પત્રકારો, ફોટોગ્રાફર અને કેમેરામેનનું બનેલું રજીસ્ટ્રેશન થયેલ સંગઠન છે. ગતરોજ તાપી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપતા રજૂઆત કરવામાં આવી હતી કે, હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિધ્ધ થતા સાપ્તાહિક અખબાર “દક્ષિણ ગુજરાત વર્તમાન” માં એક અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જેમાં “વલસાડ, નવસારીના એસ.પી.ને સાઇટ લાઇન કરી વહિવટદારોએ બુટલેગર સાથે સેટીંગ કરી લીધું ?” હોવાના શિર્ષક હેઠળ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ સમાચાર પ્રસિધ્ધ થયા બાદ પોલીસ દ્વારા અખબારના તંત્રીશ્રી પુણ્યપાલ શાહ અને તેમના પરિવારના સભ્યો સામે ગંભીર ગુનાઓ દાખલ કરી તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. મહત્વનું એ પણ છે કે સમાચાર લખવા અંગે કોઇ પણ રીતે નહિ સંકળાયેલા શ્રીપુણ્યપાલના કાકા અનિલભાઈ શાહ, અને શ્રીજયંતિભાઈ શાહ સામે પણ ખોટી રીતે કરીયાદ દાખલ કરવામાં આવી છે. આમ કેટલાક પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરઉપયોગ કર્યો હોય તેવુ કલિત થઇ રહ્યું છે. મહત્વનું એ છે કે, આ સમાચારમાં વલસાડ અને નવસારી પોલીસના જીલ્લાના વડા (ડી.એસ.પી.)ની કામગીરી પણ બિરદાવવામાં આવી છે.ત્યારે વલસાડ અને નવસારી પોલીસ દ્વારા તંત્રી વિરુધ્ધ કરાયેલ કામગીરીને તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ સખત શબ્દોમાં વખોડી કાઢે છે. પોલીસના કેટલાક અધિકારીઓ દ્વારા લોક તંત્રના ચોથા સ્તંભ સમાન મિડિયાકર્મીઓના અવાજને દબાવવાનો બાલીસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે બીલકુલ યોગ્ય નથી. અખબારના તંત્રી (પત્રકાર) અને તેમના પરિવારના સભ્યો સામે પોલીસ દ્વારા ખોટી રીતે દાખલ કારયેલ ફરીયાદમાં સી-સમરી ભરવામાં આવે અને સાથે જ પોતાની સત્તાનો દુરઉપયોગ કરનાર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરી તેઓની વિરુધ્ધ પગલા ભરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ સમગ્ર ઘટનાની ડી.જી. કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવે જેમાં આર.એન.આઈ. ડિપાર્ટમેન્ટના અધિકારી, ઇન્ફોરમેશન ડિપાર્ટમેન્ટના અધિકારી, આપના ડિપાર્ટમેન્ટના પ્રામાણિક અધિકારી સહિતના પાંચ સભ્યોની ટીમ બનાવી તપાસ સોપવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. જેથી ભવિષ્યમાં કરી વખત મિડિયાનો આવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં ન આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है