દક્ષિણ ગુજરાત

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે નવા વિશ્રામગૃહનુ કરાયુ લોકાર્પણ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે નવા વિશ્રામગૃહનુ કરાયુ લોકાર્પણ:

આદિવાસી હિતને વહેલી રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રજાજનોની આશા અને આકાંક્ષા ઉપર ખરી ઉતરવાનો પરિશ્રમ કરી રહી છે:

ડેમ અને વિસ્થાપિત જેવા મુદ્દે પ્રજાજનોને ગુમરાહ કરતા લોકોની વાતોથી પ્રજાજનોને નહીં ભરમાવાની મહાનુભાવોની અપીલ:

ડાંગ,આહવા: સત્તાને સેવાનુ સાધન બનાવીને શ્રેણીબદ્ધ વિકાસ કામોની પ્રજાજનોને ભેટ આપીને, રાજ્ય સરકાર, પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી રહી છે, તેમ માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ વઘઇ ખાતે જણાવ્યુ હતુ.

ચિખલી થી સાપુતારાને જોડતા ચાર માર્ગીય રોડના કામનો ઉલ્લેખ કરતા માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદીએ, પ્રવાસનના માધ્યમથી સ્થાનિક રોજગારીના વ્યાપને વધારવાનો અભિગમ રાજ્ય સરકાર કરી રહી છે તેમ જણાવ્યુ હતુ.

પ્રાકૃતિક ખેતીની ચર્ચા કરતાં મંત્રીશ્રીએ અહીની જમીનને થયેલા વ્યાપક નુકશાનની આપૂર્તિ માટે, ગાય આધારિત ખેતી તરફ વળવાનો સમયનો તકાજો છે, તેમ જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ ઝેરમુક્ત ખેતી, અને તેના ઉત્પાદનોથી સ્વસ્થ સમાજ નિર્માણની સાથે, ખેડૂતોને તેના ઉત્પાદનનુ બહેતર મૂલ્ય મળી રહેશે, તેમ જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતી ડાંગના વિકાસમા નવા સિમાચિન્હો હાંસલ કરશે, તેમ પણ શ્રી પુર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતુ. 

‘વોકલ ફોર લોકલ’ની હિમાયત કરતા પ્રવાસન મંત્રીશ્રીએ, આત્મનિર્ભર ભારત ની પરિકલ્પનાને ચરિતાર્થ કરવાના વડાપ્રધાનશ્રીના પરિશ્રમમા, સૌએ પ્રસ્વેદ પાડીને ભારતના આત્મ ગૌરવ માટે સૌને સહભાગી બનવાની અપીલ કરી હતી. 

કોરોના કાળમા વિશ્વના કહેવાતા વિકસિત દેશોએ પણ જ્યારે હથિયાર હેઠા મૂકી દીધા હતા ત્યારે, વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિને કારણે, દેશના એક પણ વ્યક્તિએ ‘ભૂખમરા’ થી તેમનો જીવ ન ગુમાવવો પડે તેની દરકાર રાખીને, દુનિયા સમક્ષ દ્રષ્ટાંત પુરુ પાડ્યુ છે, તેમ જણાવ્યુ હતુ.

કોરોના સામે જંગે ચઢેલા ફ્રન્ટ લાઇનરોને સતત પ્રોત્સાહન પુરુ પાડવાના નવતર કાર્યક્રમોની હાંસી ઉડાડતા કેટલાક લોકો, કોરોના વોરિયર્સની ગરિમા પણ જાળવી શક્યા નથી તેમ તેમણે જણાવ્યુ હતું. 

ડાંગ જેવા દુર્ગમ વિસ્તારના પ્રજાજનોને પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રાખવાની હરકત, ભૂતકાળની સરકારોએ કરી છે. ત્યારે આદિવાસી પ્રજાજનોની શિક્ષણ અને વિકાસની ભૂખને સંતોષવાની સરકારની જવાબદારી છે તેમ, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યુ હતુ. 

પીવાના પાણી સાથે પશુપાલન-ખેતીવાડી માટે પણ પાણી એ પાયાકિય જરૂરિયાત છે, તેમ જણાવતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલએ, ડાંગની ભવિપેઢીને પગભર કરીને, આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારામા જોડવાનો પરિશ્રમ, આ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે તેમ જણાવ્યુ હતુ. 

જવાબદાર વિપક્ષની ભૂમિકામા પણ નિષ્ફળ ગયેલા લોકો, પ્રજાજનોનુ ભારે અહિત કરી રહ્યા છે, તેમ જણાવતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે પ્રજાજનોએ, રાજ્ય અને કેન્દ્ર સરકારને એક વિશ્વાસ સાથે સત્તાના સૂત્રો સેંખ્યા છે ત્યારે, ભાજપા માટે સત્તા એ સેવાનુ સાધન છે તેમ ઉમેર્યુ હતુ. 

ગર્ભાધાન થી લઈને મરણોત્તર ક્રિયા સુધીની શ્રેણીબદ્ધ યોજનાઓ, ભાજપાની રાજ્ય અને કેન્દ્ર સરકારે અમલી બનાવીને, પ્રજાજનોની આશા અને આકાંક્ષા પૂરી કરી છે. તેમ પણ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે વઘઇ ખાતે જણાવ્યુ હતુ. 

વઘઇના કાર્યક્રમમા પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, તથા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે એકસૂરે ડાંગ જિલ્લાના પ્રજાજનોને, આદિવાસીઓના હિતને વહેલી રાજ્ય અને કેન્દ્ર સરકારના કાર્યો ઉપર ભરોસો રાખવાની હાંકલ કરી હતી. 

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે નવનિર્મિત વિશ્રામ ગૃહના લોકાર્પણ કાર્યક્રમમા માર્ગ અને મકાન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી સહિત ડાંગના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, સાંસદ શ્રી ડૉ.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, મહામંત્રીશ્રીઓ સર્વેશ્રી હરિરામ સાવંત, રાજેશભાઈ ગામીત, અને કિશોરભાઈ ગાવિત સહિત પદાધિકારીઓ, હોદ્દેદારો, અને વઘઇ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. 

કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના અધિકારી, કર્મચારીઓ સહિતના પ્રશાસનિક અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતા. કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ. 

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે વન વિભાગની ચેકપોસ્ટ પાસે, અંદાજીત રૂ.૧૦૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા વિશ્રામ ગૃહમા એક VVIP રૂમ, સાથે ૨ (બે) સ્યૂટ રૂમ, ૨ (બે) જનરલ રૂમ, એક કિચન, તથા ૧૨ બેઠકોની સુવિધા સાથે એક ડાઈનિંગ હૉલની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. જેનુ આજે મહાનુભાવોએ લોકાર્પણ કર્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है