દક્ષિણ ગુજરાત

જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ઓફીસ,બિલ્ડીંગ, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટીનનું લોકાર્પણ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

ગુજરાતની સહકારી વ્યવસ્થા સમગ્ર દેશ માટે રોલમોડેલ સમાન-: પ્રદેશ પ્રમુખ અને સાંસદશ્રી સી.આર.પાટીલ

 પાકૃતિક સંસાધનો અને લોકોના સ્વાસ્થયની રક્ષા માટે પાકૃતિક કૃષિ અપનાવીએ-: મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા(પંચાલ) 

 જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ઓફીસ,બિલ્ડીંગ, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટીન નું લોકાર્પણ સંપન્ન:

  ‘ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન છે, દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સમાન વિકાસની તક આપવામાં સહકારી ક્ષેત્રનું અમૂલ્ય યોગદાન છે. વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારી ક્ષેત્ર અગ્રેસર બનશે.’ એમ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ, પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવનિર્મિત ઓફીસ, બિલ્ડીંગ, રેસ્ટ હાઉસ અને ખેડૂત કેન્ટીનનું લોકાર્પણ સહકાર,કુટિર ઉધોગ,મીઠા ઉધોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉધોગ, વન પર્યાવરણ અને કલાઇમેન્ટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, પ્રદેશ પ્રમુખ અને સાંસદશ્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતમાંઆજ રોજ સંપન્ન થયું હતું. આ વેળાએ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્યશ્રી સંજયસિંહ સોલંકી,પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરી, જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીઆ તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- જંબુસરના ચેરમેનશ્રી વનરાજસિંહ મોરી ઉપસ્થિત રહયા હતા.

આ અવસરે જંબુસર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સાંસદશ્રી સી.આર.પાટીલે વડાપ્રધાનશ્રીએ દેશને આપેલા “ સહકાર સે સમૃધ્ધિ“ મંત્રને અનુસરીને સહકારી ક્ષેત્ર પણ વડાપ્રધાનશ્રીના લક્ષ્યને પરિપૂર્ણ કરવામાં મહામુલુ યોગદાન આપશે.તેમણે સહકારની પ્રવૃત્તિઓનો સમગ્ર દેશમાં વ્યાપ વધે તેવા આશયથી કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલયની કરેલી રચના કરોડો સહકારી એકમો માટે સંજીવનીરૂપ બનશે તેમ જણાવી ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજય સરકારના સરાહનીય પ્રયાસો રહયા છે તેમ પણ જણાવ્યું હતું. 

કાર્યક્રમના ઉદધાટન સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કેસહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે. વડાપ્રધાનશ્રીના ‘સૌના સાથ અને સૌના વિકાસ’ના મંત્ર તથા સહકારીતા ક્ષેત્રના ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે.

મંત્રીશ્રીએ પાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા પાકૃતિક સંસાધનો અને લોકોના સ્વાસ્થયની રક્ષા માટે પાકૃતિક કૃષિ અપનાવવા ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ વેળાએ મંત્રીશ્રીએ રાજય અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી અનેકવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી પણ પુરી પાડી હતી. 

નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે હનુમાન જયંતિ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવતા ઉપસ્થિત ખેડૂતોને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતો માટેની હોવાનું જણાવી રાજય સરકારની ખેતીવિષયક અનેક યોજનાઓ અને તેના લાભા-લાભની વિસ્તૃત માહિતી આપી હતી. 

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ અલ્પાબેન પટેલ, ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, ધારાસભ્યશ્રી સંજયસિંહ સોલંકી, પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

આ અવસરે મહાનુભાવોનું શાલ-ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના પ્રારંભે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુશ્રી જ્ઞાનવીર સ્વામીએ મહાનુભાવોનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. ભરૂચ દૂધધારાડેરી ધ્વારા પોષણ માટેની વાનગીઓ મહાનુભાવોના હસ્તે બાળકોને વિતરણ કરાઇ હતી. પ્રારંભે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનશ્રી વનરાજસિંહ મોરીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની પ્રગતિની રૂપરેખા જણાવી હતી. અંતમાં આભારવિધિ પૂર્વ ધારાસભ્યશ્રી કિરણભાઇ મકવાણાએ કરી હતી. 

આ અવસરે પ્રભારીશ્રી જનકભાઇ બગદાણાવાળા, નાહીયેર ગુરૂકુળના પૂ.ડી.કે.સ્વામી, જિલ્લા આગેવાનશ્રી નિરવ પટેલ, ફતેસિંહભાઇ ગોહિલ, સંસ્થાના વાઇસ ચેરમેનશ્રી વિષ્ણુભાઇ પટેલ, સંસ્થાના ડીરેકટરગણ, સેક્રેટરીશ્રી રશ્મિકાંત પટેલ, જિલ્લા- તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જંબુસર- આમોદ તાલુકાના આગેવાન પદાધિકારીશ્રીઓ,સહકારી આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है