દક્ષિણ ગુજરાત

છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ સુરત શહેરની ઈકો સેલનો સંપર્ક સાધવો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ

છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ સુરત શહેરની ઈકો સેલનો સંપર્ક સાધવો: 

સુરતઃમંગળવારઃ- સુરત શહેરની આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચના પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી જી.એન.સુથારની યાદીમાં જણાવ્યાનુસાર હિરેન રવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દિપક ચંદ્રકાંત શાહ અને મોહમદરીયાઝ ઈબ્રાહિમખાન પઠાણ એમ ચારેય આરોપીઓએ ભેગા મળીને મલ્ટીલેવલ માર્કેટીંગના ઓથા હેઠળ એવરગ્રો ઈન્વેસ્ટર તથા IAMEG ટુઅર્સ પ્રા.લિ. તથા એવરગ્રો IAM LLP & AM TOURS INCOME ARRNGERS નામની કંપનીઓ ખોલી લોકો પાસેથી કરોડોનું ઈન્વેસ્ટ કરાવી લોકો સાથે છેતરપીડી કરી છે. આ ગુનાની તપાસ ઈકો સેલના પો.સ.ઈ.શ્રી જી.એન.સુથાર કરી રહ્યા છે જેની કચેરી ઈકો સેલની કચેરી, અઠવાલાઈન્સ, પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલી છે. જે કોઈ લોકો છેતરપીડીનો ભોગ બન્યા હોય તેઓએ ઈકો સેલનો સંપર્ક સાધવાનો  રહશે તેમ અખબારી યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है