શ્રોત: ગ્રામીણ ટુડે, આહવા સુશીલ પવાર.
ડાંગમાં ૬૩ વર્ષીય મહિલા શાંતીબેન મહાકાળએ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને માત આપી! સિવિલ હોસ્પિટલ આહવાથી રજા આપી પોતાના ઘરે મોકલી અપાયાં:
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પહાડી અને આંતરીયાળ વિસ્તારમાં આવેલ સુંન્દા ગામ કે જે ખાપરી નદીના કિનારે વસેલું સુંદા ગામની વસ્તી આશરે ૯૨૩ જેટલી છે. તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીંપરી કાર્ય વિસ્તારમાં આવેલ છે,
કોરોના મહામારી દરમ્યાન શાંતીબેન તુળશ્યાભાઇ મહાકાળની આશરે ઉંમર-૬૩ વર્ષનાં તેઓને અગાઉથી જ દમ (શ્વાસ)ની બીમારી હોવાથી ઘણીવાર સારવાર માટે સીવીલ હોસ્પિટલ આહવા ખાતે જવા-આવવાનું થતું હતું. સ્થાનિક આરોગ્ય કાર્યકર નેહાબેન ચાવડા, ફિમેલ હેલ્થ વર્કર, પેટા આરોગ્ય કેન્દ્ર, વાંસદાએ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી દરમ્યાન કોવિડ-૧૯ની ગાઇડ-લાઇન મુજબ શ્વાસ લેવામાં તકલીફવાળા, શરદી- ખાંસી, તાવ સાથેના વ્યકિતઓને શંકાસ્પદ તરીકે નોંધણી કરવી તથા ૬૦ વર્ષથી મોટી ઉંમરના વ્યકિત્તઓ કોરોના વાયરસના વઘુ જોખમી કેટેગરીમાં આવતા હોય ચકાસણી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી, ડો.અનુરાધા ગામીતના માર્ગદર્શન હેઠળ તા.૦૪-૦૬-૨૦૨૦ના રોજ વધુ તપાસ માટે મહિલાને સીવીલ હોસ્પીટલ, આહવા ખાતે લઇ ગયા હતાં અને ત્યાં તેઓનું કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઇ સુરત મેડીકલ કોલેજ ખાતે તપાસ માટે મોકલાવવામાં આવ્યું હતું.
તા.૦૫-૦૬-૨૦૨૦ના રોજ શાંતીબેનનું સેમ્પલ કોવિડ-૧૯ તરીકે પોઝીટીવ આવતાં અને તેની જાણ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય અધિકારીને થતાં, જિલ્લા આરોગ્ય અધિકારી .ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ તથા પીંપરી પ્રા.આ. કેન્દ્રની ટીમ તાત્કાલિક સુંદા ગામે પહોંચી જઇ ગામના ૬૩ વર્ષીય મહિલા શાંતીબેન તુળશ્યાભાઇ મહાકાળને કોવિડ-૧૯ની ગાઇડ-લાઇન મુજબ કોવિડ સીવીલ હોસ્પીટલ, આહવા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
શાંતીબેન મહાકાળની પુરેપુરી સાર સંભાળ અને કાળજી લીધા બાદ તા.૧૫-૦૬-૨૦૨૦ના રોજ કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો. કોવિડ-૧૯ની ગાઇડ-લાઇન મુજબ તેમને હોમ કવોરન્ટાઇન રહેવા માટે રજા આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગની ‘‘સર્વે જના સુખિનં સંતુ, સર્વે સંતુ નિરામયા‘‘ ની ભાવના થકી, આખરે કોરોના પોઝીટીવ ૬૩ વર્ષીય મહિલાએ, ચીની ઉપજ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને આપી છે માત, તેઓએ પ્રા.આ.કેન્દ્ર, પીંપરીના મેડીકલ ઓફિસર સહિત તમામ કર્મચારીઓનો તથા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રનો ખુબ-ખુબ આભાર વ્યકત કર્યો હતો.