બ્રેકીંગ ન્યુઝ

પશુપાલકો વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા I-Khedut પોર્ટલ પર અરજી કરી શકશે.

સમગ્ર રાજયનાં પશુપાલકો રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી આગામી તારીખ ૧૪ મી જુલાઈ સુધી કરી શકશે.

શ્રોત: ગ્રામીણ ટુડે તાપી,સુરત, પ્રેસનોટ (નઝીર પાંડોર)

પશુપાલકો એ વેબસાઇટ http://ikhedut. gujarat. gov. in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે,

સુરત/તાપી  જીલ્લા  સહીત સમગ્ર ગુજરાત  રાજયનાં પશુપાલકો રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે આગામી તારીખ ૧૪ મી જુલાઈ સુધી આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

રાજયનાં પશુપાલન વિભાગ તરફથી સને ૨૦૨૦/૨૦૨૧ વર્ષ માટે અમલમાં છે ,એવી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર આગામી તારીખ ૧૪ મી જુલાઈ સુધી અરજી કરી શકશે, જે પશુપાલકો યોજનાઓનો લાભ લેવા માંગતા હોય , એવા તમામ પશુપાલકો એ વેબસાઇટ http://ikhedut. gujarat. gov. in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે,જે તે યોજના અંતર્ગત રાજ્યનાં અને જિલ્લાના કુલ ટાર્ગેટનાં પ્રમાણમાં લાભાર્થીઓ  દ્વારા નક્કી કરેલા સમય મર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થયેલ હશે તો તે યોજનાઓ પૂરતું પોર્ટલ અરજીઓ સ્વીકારવા માટે વધુ સમય માટે ચાલુ રાખવા આવશે  જે અંગે I-khedut પોર્ટલ પર પ્રદર્શીત કરવામાં આવશે . બધા મિત્રોને જણાવવાનું કે આ પશુપાલનને લગતી યોજનાઓ  હોય  જે હાલમાં ઈંટરનેટ માધ્યમથી   ઓનલાઈન અરજી કરવાનું ચાલુ છે, આપે ગ્રામસેવક અથવા ખેડૂત સહાયતા કેન્દ્ર, C S C સેન્ટરમાં અરજીઓ  કરવી પડશે. ચાપ,કટર,મિલ્કીંગ મશીન,કેટલશેડ બનાવવાનો હોય ગાયો ભેંસો માટે જે ની ઓનલાઈન અરજી કરવાનું  ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है