બ્રેકીંગ ન્યુઝશિક્ષણ-કેરિયર

અમદાવાદમાં ચાઈના બોયકટ વચ્ચે આ મહીને ૬૫ કરોડનાં મોબાઈલ વેચાંયાનો દાવો?

ઓલ ઇન્ડિયા રીટેલ મોબાઇલ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરુ થતાં વેચાણમાં ૨૦૦%નો વધારો!

શ્રોત: ગ્રામીણ ટુડે વેબ ટીમ. 

દેશભર કે ગુજરાતમાં ચાઈના બોયકટ વચ્ચે આ મહીને ફક્ત અમદાવાદમાં જ  અધધ  કુલ  ૬૫ કરોડ રૂપિયાનાં મોબાઈલ અને ટેબ્લેટ વેચાંયાનો દાવો? 

ઓલ ઇન્ડિયા રીટેલ મોબાઇલ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરુ થતાં મોબાઇલ  વેચાણમાં ૨૦૦%નો વધારો!  એક તરફ ચાઈનાનો માલસામાન ખરીદવા અને વેચાણ માટે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું અધધ વેચાણ! સામાન્ય માનવી માટે વિચારવા જોગ ઘટના: ફક્ત અમદાવાદનાં રિટેલ માર્કેટમાં દર રોજનાં  સામાન્ય દિવસોમાં ૩થી૪% નાં દરે  જેટલું વેચાણ હતું જે આજે અમદાવાદનાં રીટેલ માર્કેટમાં ૨૦૦%નો વેચાણ વધારો થયો છે, જેમાં ચાલુ  મહીને ફક્ત અમદાવાદમાં જ અધધ  કુલ  ૬૫ કરોડ રૂપિયાનાં મોબાઈલ અને ટેબ્લેટ વેચાંયા નો નિકુંજ પટેલનો  દાવો,  સરકારનાં દાવા અને સોસિયલ મીડિયામાં ચાલતી વોર જોતાં લાગે છે હવે આપણે સ્વદેશી બનીને જ રહીશું અથવા લોકો આપણને સ્વદેશી બનાવીને છોડશે! પરંતુ બજારમાં વધી રહેલ મોબાઈલ રીટેલ વેચાણમાં ૨૦૦%નો વધારો ગુજરાત સરકારની જ દેન છે,  ગુજરાત પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું કે ઓનલાઈન  શિક્ષણ પધ્ધતિ અમલમાં આવતાં હવે રોજનાં ૬૦થી૭૦ લાખનાં મોબાઈલ અને ટેબ્લેટ વેચાય છે. ફક્ત અમદાવાદમાં જ ૬૫ કરોડનાં મોબાઈલ વેચાયા છે, તો પછી આખા ગુજરાતમાં કેટલાં?   ચાઈના બોર્ડર પર શહીદ થયેલાં  દેશનાં જવાનો અને તેમનાં પરિવાર સાથે અમારી સંવેદનાઓ છે,પરંતુ ૨૦૦%નો વેચાણ વધારો પણ એક કડવું સત્ય છે!    ગ્રામ્યકક્ષાએ ઈંટરનેટની સવલતો નથી અને લોક ડાઉનમાં રૂપિયાની તંગી વચ્ચે નવો મોબાઈલ કે ટેબ્લેટ? #chinaboycott

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है