મારું ગામ મારાં ન્યુઝ

મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ: 

વ્યારા -તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ રાજકીય પક્ષો કે ઉમેદવારો માટે કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જે મુજબ જિલ્લામાં મતદાનના દિવસે પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં મતદાનની તારીખે ચુંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો, પક્ષીય કાર્યકરો માટે ચુંટણી અધિકારી દ્વારા મળેલ પરમીટવાળા એક જ વાહનનો ઉપયોગ કરી શકાશે. જેના ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવું આવશ્યક રહેશે. ઉમેદવાર, મતદાન એજન્ટ, પક્ષીય કાર્યકરો આ પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચુંટણી કાર્યના સમય દરમિયાન મતદારોને લાવવા લઈ જવા, અસામાજિક તત્વોની હેરફેર કે ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકશે નહીં. કોઈપણ વ્યક્તિ વાહનનો ઉપયોગ પોતાના અને કુટુંબની વ્યક્તિઓ પુરતો મર્યાદિત ઉપયોગ કરી શકશે. કોઈ પણ રાજકીય/બિન રાજકીય પક્ષો કે તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચુંટણી એજન્ટ દ્વારા અથવા તેમની સહમતીથી બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદારોને મતદાન મથક સુધી લાવવા-લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા આ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ પ્રતિબંધ સરકારી અધિકારી કે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

તાપી જિલ્લામાં ચુંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

વ્યારા-તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ રાજકીય પક્ષો કે ઉમેદવારો માટે ચુંટણી પ્રચારને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
જે મુજબ મતદાન પૂર્ણ થવા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન જાહેર સભાઓ તેમજ ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ તેમજ પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચુંટણી પ્રચારકો વગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય, તેઓએ ચુંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યું છે. પરંતુ પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ શરૂ થયા બાદ એટલે કે, મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચુંટણી પ્રચાર માટે ઘરે-ઘરે મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है