મારું ગામ મારાં ન્યુઝ

સોડગામ ખાતે “ઉત્કર્ષ પહેલ” કાર્યક્રમમાં વિધવા, વૃધ્ધો અને આયુષ્યમાન કાર્ડનો ૧૫૦ લાભાર્થીએ લાભ લીધો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

વાલીયા તાલુકાના સોડગામ ખાતે “ઉત્કર્ષ પહેલ” કાર્યક્રમમાં વિધવા, વૃધ્ધો અને આયુષ્યમાન કાર્ડનો ૧૫૦ લાભાર્થીએ લાભ લીધો

કોઈપણ ગરીબ કે વંચિત વ્યક્તિની સમસ્યા માટે જિલ્લા વહીવટીતંત્ર તત્પર -: વાલિયા તા.પંચાયત પ્રમુખ સેવંતુભાઈ વસાવા

વાલિયા તાલુકાના સોડગામ ખાતે “ઉત્કર્ષ પહેલ” હેઠળ આઠ ગામો માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં વિધવા,વૃધ્ધો, આયુષ્યમાન સહીતના ૧૫૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો. સરકારી યોજનાનો લાભ લાભાર્થીને મળે એ માટે વહીવટીતંત્રએ ખુદ કેમ્પ કરતા લોકોને સંતોષ થયો છે.


વાલિયા તાલુકાના સોડગામ પ્રાથમિક શાળામાં ગઈકાલે ઉત્કર્ષ પહેલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે વાલિયા મામલતદાર નેહા સવાણી, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવા, સોડગામના સરપંચ સર્જનબેન વસાવા, ડેપ્યુટી સરપંચ સુરેન્દ્રસિંહ વરાછીયા, ડીઓપી એસપી આર.બી.ઠાકોર, એસપીઓ ભરૂચ યોગેન્દ્ર રાઠોડ, સોડગામ પ્રાથમિક શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ રણા, વાલિયા મામલતદાર કચેરીના સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કોઈપણ ગરીબ માનવી યોજનાથી વંચિત ન રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરાહનીય કામગીરી થઇ રહી છે. વાલિયા મામલતદાર નેહા સવાણીએ જણાવ્યું હતું કે સરકારની યોજનાનો લાભ કઈ રીતે મળે એ માટે ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરીએ છીએ. લાભાર્થીઓને પોતાના ગામમાં પૂર્તતાના કાગળો આપવા માટે તંત્ર પ્રયત્નશીલ છીએ.
કાર્યક્રમ પ્રસંગે ગરીબ સોમીબેન વસાવાને વૃદ્ધ પેન્શન બદલીને વિધવા પેન્શનનું નિમણુંક પત્ર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા અપાયો હતો. જેમાં આધારકાર્ડ લીંકઅપ-૧૬, IPPBIPPB A/c-૨૪, આધાર કાર્ડ અપડેટ્સ-૨૬, નવું આધારકાર્ડ-૦૨, આરડી એકાઉન્ટ-૦૫, એસબી-૦૪, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ-૦૨, રૂ.૨ લાખનો રૂરલ પોસ્ટલ વીમો-૦૧, રૂ.૧ લાખનો પોસ્ટલ વીમો-૦૨, ઈ-શ્રમ-૦૩, વિધવા અને વૃદ્ધાવસ્થા સહાય- ૩૬ તેમજ રૂ.૫ લાખ મેડીક્લેમ માટે આયુષ્યમાન કાર્ડ-૨૯ લાભાર્થીઓને લાભ મળ્યો છે. સવારે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધી મામલતદાર અને પોસ્ટનો સ્ટાફ તમામ લાભાર્થી માટે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है