ક્રાઈમ

સીલુડી ચોકડી પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ગાડી સાથે બે ઈસમો ને ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

વાલીયા ખાતે સીલુડી ચોકડી પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ગાડી સાથે બે ઈસમ જેમા એક પ્રોહીબીશનના ગુનામા વોંટેડ છે તેને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ભરૂચ: પોલીસ મહાનિર્દેશકશ્રી ગાંધીનગર ગુજરાતનાઓ દ્વારા આવનાર હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પ્રોહિ જુગાર માટે ખાસ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી હોળીના તહેવાર અનુસંધાને કાચો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે ખાસ ડ્રાઇવ દરમ્યાન અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓની માર્ગદર્શન મુજબ ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની અલગ અલગ ટીમોની રચના કરવામા આવેલ તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ વાલીયામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વાલીયાના કૃષ્ણનગર સીંલુડી ચોકડી પાસેથી એક સફેદ કલરની રીત્ઝ ફોરવ્હીલ જેનો રન GJ-05-C-1417માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ, સહીત કુલ મુદ્દામાલ કિ.રૂ ૧,૯૨,૦૦૦/- સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાલીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે, સદર આરોપી પૈકી પ્રતીકસિહ ઇન્દ્રસિંહ રણા સીવીલ એંજીનીયરીગ નો અભ્યાસ કરેલ છે અને ઝડપથી પૈસા કમાવવા ની લાયમાં સદરી ગુનો આચરેલ છે અને આગામી દિવસોમાં પણ એલ.સી.બી.ભરુચ પોલીસ દ્વારા ગેકા પ્રવૃતી વિરુધ્ધ આવી જ રીતે અસરકારક કામગીરી કરવામાં આવશે.

પકડાયેલ આરોપી:

(૧) પ્રતીકસિંહ ઇન્દ્રસિંહ રણા રહે.ઉભું ફળીયુ કરસાડ ના વાલીયા જી.ભરુચ

(ર) મહેશ ઉર્ફે મસો સુકાભાઇ વસાવા રહે.ક્રુષ્ણનગર સીલુડી ચોકડી તા.વાલીયા જી.ભરુચ
પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ:

આરોપી પ્રતીસિહ ઇન્દ્રસિંહ રણા અગાઉ વાલીયા તથા અંક્લેશ્વર ખાતે પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ છે, અને વાલીયા પો.સ્ટે.ખાતે પ્રોહીબીશનના એક ગુનામાં વોન્ટેડ પણ છે આરોપી મહેશ ઉર્ફે મસો સુકાભાઇ વસાવા વાલીયા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનના ગુનામા પકડાયેલ છે,

વોંટેડ પકડાયેલ આરોપી:

{૩)કેતન મો.નં.૯૭૩૭૮૯૫૭૮૬ રહે. નવાપુર જી.નંદુરબાર

પકડાયેલ મુદ્દામાલ:

(૧)ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-350 કિં.રૂ, ૩૬,000/ (૨)મોબાઇલ નંગ-૦૨ કિ.૩, ૦૦૦/

(૩)એક સફેદ કલરની રીત્ઝ ફોરવ્હીલ રન GJ-05-CN-1417 કિ.રૂ.૧,૫૦,૦૦૦/ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧,૯૨,૦૦૦/

કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ:

પો.સ.ઇ. જે.એમ જાડેજા, હે.કોન્સ.હિતેષભાઈ, જયેંદ્રભાઇ તથા પો.કો.મહિપાલસિહ શ્રીપાલસિંહ, વિશાલભાઇ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है