મારું ગામ મારાં ન્યુઝ

યુવતીનું કાઉન્સેલીંગ કરી પરિવાર સાથે મિલાપ કરાવતી તાપી જિલ્લાની “સખી” વન સ્ટોપ સેન્ટર: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ઘરે ન જવા માંગતી યુવતીનું કાઉન્સેલીંગ કરી પરિવાર સાથે મિલાપ કરાવતી તાપી જિલ્લાની “સખી” વન સ્ટોપ સેન્ટરની ટીમ: 

વ્યારા-તાપી:  તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત અટલ બિહારી વાજપેઇ આવાસ દ્વારા અજાણી ભૂલી પડેલી યુવતીનો કેસ  “ સખી વન સ્ટોપ સેન્ટર તાપી” ખાતે રીફર કરવામાં આવેલ હતો.
અટલ બિહરી વાજપેઇ આવાસ વ્યારાના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, યુવતી રેલ્વે સ્ટેશન વ્યારાથી તા.૧૦-૫-૨૦૨૨ના રોજ મળી આવી હતી,અને યુવતી પોતાના ઘરે જવા માંગતી ન હોવાથી આગળની કાર્યવાહી અને કાઉન્સલિંગ માટે“સખી” વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.
કાઉન્સેલિગ દ્વારા સમજાવવામા આવતા યુવતીના માતા-પિતા અને પરિવારજનો સાથે સંપર્ક કરાવી આપવામાં આવ્યો હતો. માતા-પિતાને પણ સેન્ટર ખાતે બોલાવી તેઓને કાઉંન્સેલિંગ દ્વારા સમજાવવામાં આવ્યા હતા કે હવે પછી યુવતીને ત્રાસ ન આપે અને સારી રીતે રાખવામાં આવે.
સમગ્ર કાઉન્સલિગ બાદ તાજેતરમાં યુવતીનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. યુવતી મળ્યાના સમયથી તેના પરિવારને સોંપવા સુધી  “ સખી વન સ્ટોપ સેન્ટર તાપી” ખાતે આશ્રય સેવા, પરામર્શ સેવા તેમજ તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है