શિક્ષણ-કેરિયર

સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ:  

આહવા:  ગતરોજ  ડાંગ  જીલ્લાના સરકારી વિજ્ઞાન  કોલેજના   ‘સપ્તધારા*’ કાર્યક્રમ અંતર્ગત રંગ, કલા, કૌશલ્ય ધારા હેઠળ વિવિધ સ્પર્ધાનું આયોજન સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે યોજાયો  હતો. 

જે સ્પર્ધાઓ માં મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને થાળી સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના કાર્યક્રમમાં  મહેંદી સ્પર્ધામાં કુલ ૧૧ ,  ચિત્ર સ્પર્ધામાં કુલ  ૧૪ અને થાળી સુશોભન સ્પર્ધામાં ૦૮ જેટલા  વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન સપ્તધારા કોર્ડિનેટર શ્રી એન.પી.સવનીયા અને સંચાલન રંગ-કલા કૌશલ્ય ધારા કોર્ડિનેટર શ્રીમતી એ.એસ પટેલ અને પ્રિયંકા રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર: પ્રદીપકુમાર સાપુતારા, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है