મારું ગામ મારાં ન્યુઝ

પોલીસ પરિવારમાં દીકરીનાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાય:

પોલીસ સ્ટેશન ઉમરપાડા ખાતે ફરજ બજાવતાં લોકરક્ષક વુમેન પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન મુળજીભાઈ નાઓ ૬ માસ અગાઉ પ્રસ્તુતિ રજા ઉપર ગયેલ હાલ ફરજ પર હાજર થતાં પોલીસ પરિવારમાં આંન્દોત્સવ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા

સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકા મથક  ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં  પોલીસ પરીવારમાં પુત્રી જન્મોત્સવ ઉજવણી અને ફરજ પર હાજર થતાં આવકાર સમારહો ઉજવવામાં આવ્યો હતો.

.
ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લોકરક્ષક વુમેન પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન મુળજીભાઈ નાઓ ૬ માસ અગાઉ પ્રસ્તુતિ રજા ઉપર ગયેલ અને સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો,
તા. ૨૬/૦૭/૨૦૨૦ ના રોજ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હાજર થવાના હોવાથી પોલીસ પરીવારમાં ગુણી અને સારા સંસ્કારોની છબી ધરાવતાં તેમજ એક વિશ્વ એક પરીવારની ભાવના ધરાવતાં સ્ટાફના સભ્યો દ્વારા ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે દિકરીના જન્મને પ્રોત્સાહન આપવાના હેતુંથી વુમેન પોલીસ કોન્સ્ટેબલ ઉષાબેન મુળજીભાઈ હાજર થવા આવતા તેમનુ અને તેમની દીકરી ત્વીશાનુ આવા લોકડાઉન ના કપરા સમયમાં પણ સરકારશ્રી નાઓના જાહેરનામાનુ પાલન કરી ફુલો અને મીઠાઈથી આવકાર આપી તેમનું માન વધાવી લઈ ભાવભીનું સ્વાગત કાર્યક્રમ કરી નવી દીશામાં પહેલ કરી છે. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં દીકરીઓ પ્રત્યે માન સન્માન અને દીકરો-દીકરી બંને એક સમાન   જેવો મેસેજ આપતો આ પોલીસ પરિવારનો  કાર્યક્રમ સાચેજ પોતાનામાં એક મિશાલ છે! સમાજ માટે એક નવી પહેલ નવી દિશા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है