મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી કરાઇ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી કરાઇ :

જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારે વૃક્ષારોપણ કરી, પ્રકૃતિના જતન અને સંવર્ધનની અપીલ કરી :

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: આજરોજ ૫ મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તેમજ દેશના વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષના સફળ જનકલ્યાણલક્ષી સુશાસનની ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. તબીયાર અને પ્રાંત અધિકારી શ્રી ઉમેશ પટેલ સહિત કલેક્ટર કચેરીના કર્મચારીઓએ કચેરી પરિસરમાં ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

“પ્રકૃતિથી પ્રેરિત, આપણા માટે અને આપણા ભવિષ્ય માટે” ના ઉમદા સંદેશ સાથે કેન્દ્ર સરકારના “એક પેડ મા કે નામ ૩.૦” અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે માત્ર વૃક્ષ વાવવા પૂરતું સીમિત ન રહેતા, તેના ઉછેર અને યોગ્ય જાળવણી કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

સમાજના તમામ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે, પ્રકૃતિનું રક્ષણ થાય અને હરિયાળીમાં વધારો થાય તેવા આશય સાથે કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓથી લઈને સેવકગણ સુધીના તમામના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ કર્મચારીઓને પર્યાવરણના જતન માટે કટિબદ્ધ થવા અપીલ કરી હતી.

આ પ્રસંગે આહવા પૂર્વના આર.એફ.ઓ. શ્રી આરિફ ઢેબા સહિત વન વિભાગના કર્મયોગીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है