પર્યાવરણમારું ગામ મારાં ન્યુઝ

માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીલ્લા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

આપણા જીવનમાં આવતાં દરેક ખુશી કે દુ:ખના પ્રસંગે ઓછામાં ઓછુ એક વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી હતી.

વ્યારા-તાપી: પર્યાવરણની સુરક્ષા માત્ર કોઇ એક-બે વ્યક્તિ કે કોઈપણ  વિભાગની નહી પરંતું સમગ્ર વિશ્વની અને આપણી પોતાની વ્યક્તિગત  જવાબદારી છે. હાલ વાતાવરણમાં અસમતુલા સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય બન્યો  છે. આજે  ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. આજે વિશ્વ પર્યાવરણ દીને   દ્વારા ફક્ત ઉજવણી જ નહિ પરંતુ પર્યાવરણ જાળવણી ના દરેકે લીધાં હતાં  સંકલ્પ. 

આજ ના વિશ્વ પર્યાવરણ દીને તાપી જીલ્લા  માહિતી વિભાગના કર્મચારીઓ દ્વારા સેવાસદન તાપીના કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરી લોકોને પર્યાવરણની જાળવણી કરવા અને પ્રત્યેક વ્યક્તિને ઓછામાં ઓછુ એક વૃક્ષ દર વર્ષે અને દરેક ખુશી કે દુ:ખના પ્રસંગે રોપવા એક આગવી અપીલ સહ  સંદેશ પાઠવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है