મારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા અને સાગબારા ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો કાર્યક્રમ યોજાશે;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લા નાં દેડીયાપાડા તેમજ સાગબારા તાલુકા કક્ષાએ તા.૯ મી ઓગષ્ટ,૨૦૨૧ ને સોમવારના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” ના યોજાનારા કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

દેડિયાપાડા તાલુકામાં દેડિયાપાડાની એગ્રીકલ્ચર કોલેજ હોલ ખાતે સવારે ૯:૦૦ કલાકે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, સુરત પશ્વિમના ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ ની ઉપસ્થિતિમાં, સાગબારા તાલુકામાં તાલુકા પંચાયત કંમ્પાઉન્ડ ખાતે વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા તેમજ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહીદાસભાઇ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है