મારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડાના વિશ્રામગૃહના કમ્પાઉન્ડમાંથી મોટરસાઈકલની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા ના વિશ્રામગૃહના કમ્પાઉન્ડ માંથી મોટરસાઈકલની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ;  વિશ્રામગૃહમાં લગાવેલા કેમેરા બન્યા શોભાના ગાઢીયાં…!

તારીખ ૨૮ ઓગષ્ટ મનીષભાઈ મગનભાઈ વસાવા રહેવાસી નવાગામ ડેડીયાપાડા જેઓની ફરિયાદ લખાવી હતી કે ગત તારીખ ૨૫ ઓગષ્ટ રાત્રીના ૧૧ વાગ્યા થી તેમની પાસે રહેલી સપ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર GJ-22-J-3742 કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી, ત્યાર બાદ ૨૬ ઓગષ્ટ ની વહેલી સવારે ૬ વાગ્યા ની આસપાસ મોટરસાઇકલ ત્યાં નજરે નહિ પડતા આસ પાસ શોધખોળ કરી હતી પરંતુ નહિ મળી આવતા મનીષભાઈ ને કોઈ અજાણ્યો  શખ્સ મોટરસાઇકલ ચોરી કરી ફરાર થઈ ગયો હોય તેમ લાગતા તેઓએ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આગળ ની તપાસ તો હાથ ધરી તો છે પરંતુ CCTV કેમેરા પણ બંધ હોવાથી ચોરો ને પણ મોકળું મેદાન મળી જાય છે, પંથકમાં અવાર નવાર આવી ચોરીની ઘટનાઓ નગરમાં બનતી રહી છે. આખરે આવી ગુનાહિત પ્રવૃત્તિને વેગ મળતો રહે છે. હવે એવી પણ લોકમાંગ  ઉઠી છે કે આ બાબતે તંત્ર પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है