આરોગ્યમારું ગામ મારાં ન્યુઝ

તાપીબા આંખની હોસ્પિટલ અને સંશોધન સંસ્થાન સંકુલ ઉદ્ધઘાટન સમારંભ યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા તાલુકાના સીતાપુર ગામ ખાતે “શુભમ્ નેત્રસેવા ટ્રસ્ટ “સંચાલિત તાપીબા આંખની હોસ્પિટલ અને સંશોધન સંસ્થાન સંકુલનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો. 

શ્રીમતી જમનાબેન પટેલ મુખ્ય ઉદઘાટક તરીકે અને શ્રી જયવીરેન્દ્ર સિંહજી સોલંકી તથા ડોકટર ઉપેન્દ્રભાઈ ક્લાઇગર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા, કડી મેહસાણા હાલ રહે, અમેરિકા સ્થિત રામભાઈ પટેલ દ્વારા ઓપરેશન થિયેટર અને ચીનુભાઈ દ્વારા ઓ પી ડી સંકુલનું ડિજિટલ ઉદઘાટન કરવામાં આવ્યું,  આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડોક્ટર રોહનભાઈ ચરિવાલાએ જણાવ્યું હતું કે શુભમ નેત્ર સેવા ટ્રસ્ટની સ્થાપના 31 ઓગષ્ટ 2017માં દક્ષિણગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામીણ આદિવાસી વિસ્તાર માં સર્વાંગી આંખની સારવાર પુરી પાડીને લોકોની દ્રષ્ટિ બચાવવાંના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી છે.

તાપીબા આંખની હોસ્પિટલ દ્વારા છેવડાના ગરીબ દર્દીઓને તદ્દન મફત અને અન્યોને ખૂબ જ રાહતદરે દવા, ચશ્માં અને આંખના મોતિયા ના ઓપરેશન સહીત કિકી, ઝામર, પડદા, બાળકોની આંખના રોગ નું નિદાન અને સારવાર, પ્લાસ્ટિક સર્જરી, સંપૂર્ણ દ્રષ્ટિબાધીતો માટે પુન:વસન જેવી સુવિધાઓ ગુણવત્તા સાથે પુરી પાડવામાં આવશે. સાથે ભારત અને પરદેશથી ડોક્ટરો ની અને નેત્રસહાયકો ની તાલીમ અને રિસર્ચ નું કામ પણ કરવામાં આવશે આ હોસ્પિટલ વાંસદા, ડાંગ અને મહારાષ્ટ્રના અંતરિયાળ આદિવાસી પ્રજાજનો માટે આશીર્વાદ રૂપ નિવડશે. અંધત્વ નિવારણ એ શુભમ નેત્ર સેવા ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય હોય આઈ બેન્ક વગેરેની સુવિધાઓ પણ સંકુલમાં ઉમેરવામાં આવશે આ પ્રસંગે હાજર દરેક દાતાઓ, શુભેચ્છકો અને સર્વે આમંત્રિત મેહમાન ગણોનો ટ્રસ્ટી મંડળે આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है