દક્ષિણ ગુજરાત

ડાંગમાં સ્થાનિક ચૂંટણીને પારદર્શક બનાવવા જિલ્લા તંત્રની અનોખી પહેલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં સ્થાનિક ચૂંટણીને પારદર્શક બનાવવા જિલ્લા તંત્રની અનોખી પહેલ:

જિલ્લા/તાલુકા ચૂંટણીમાં મતદારોને મત આપવાની પ્રક્રિયા અંગે પ્રત્યક્ષ નિદર્શન સાથે અપાઈ સરળ સમજ:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં યોજાનાર આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને લોકભોગ્ય બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ મતદારો મતદાનની પદ્ધતિથી સરળતાથી માહિતગાર થઈ શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં EVM નિદર્શનના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં જ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં ચાર ટીમો બનાવી ઇ.વી.એમ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ૧) મામલતદાર કચેરી વઘઇ, ૨) તાલુકા પંચાયત કચેરી- વઘઇ રૂટ, ૩) જિલ્લા પંચાયત શીટ બરડા, દગડીઆંબા, સાકરપાતળ અને ૪) જિલ્લા પંચાયત શીટ કોશીમદા, કાલીબેલ અને વઘઇ શીટમાં ઇ.વી.એમ નિદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લા/તાલુકાની અલગ-અલગ બેઠક ઉપર યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો માટે આ નિદર્શન અત્યંત ઉપયોગી સાબિત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, લોકશાહીના પર્વમાં દરેક નાગરિકનો મત કિંમતી છે અને કોઈ પણ મતદાર જાગૃતિના અભાવે મતદાનથી વંચિત ન રહે અથવા પ્રક્રિયામાં ભૂલ ન કરે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ નિદર્શન પ્રક્રિયા આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે જેથી મહત્તમ મતદાન સુનિશ્ચિત કરી શકાય. આ તકે ચૂંટણી શાખાના કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ હાજર રહીને મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है