
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.આર.ડામોર નાં વિદાય પ્રસંગે શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં:
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડ નાં પ્રેસિડેન્ટ સર્જન એસ વસાવા, તેમજ વાઇસ પ્રેસિડેન્ટ તાહિર મેમણ, ભરતભાઈ વર્મા ડી.ડી.ન્યૂઝ પત્રકાર તેમજ પત્રકાર જયદીપ વસાવા, જીતુભાઈ વસાવા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા, દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં આજ દિન સુધી નિષ્ઠા પૂર્વક સેવા તેમજ ફરજ બજાવતા પી.એસ.આઈ શ્રી. એ.આર.ડામોર નાં વિદાય પ્રસંગે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા બોર્ડનાં હોદેદારો દ્વારા શાલ ઓઢાડીને નાનકડી ભેટ તેમજ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભવિષ્યમાં આવી જ રીતે સેવા કરી આગળ નામના કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી તેમજ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળનાર એસ.ઓ.જી.શાખા નાં પી.એસ.આઇ સુ.શ્રી.એચ.વી.તડવી સાહેબ નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર તાલુકાના પત્રકાર તેમજ પોલીસ સ્ટાફ તેમની વિદાય થી ભાવુક બન્યા હતા.