દક્ષિણ ગુજરાતરાષ્ટ્રીય

હાટ બજાર, રોડ સાઇડ વેચાણ કરતા વેચાણ કર્તાઓને વિનામૂલ્યે છત્રી i-Khedut Portal પર અરજી કરવી આવશ્યક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના ફળ-શાકભાજી-ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ હાટ બજાર કે રોડ સાઇડ વેચાણ કરતા વેચાણ કર્તાઓને વિના મૂલ્યે છત્રી વિતરણ i-Khedut Portal ના માધ્યમથી ઓનલાઇન અરજી કરવાની રહેશે;

તાપી-વ્યારા: ફળ શાકભાજીમાં થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/સેડ કવર પુરા પાડવાની યોજના રાજ્ય સરકાર હેઠળ કાર્યરત છે. રોડની સાઈડમાં ઊભા રહી ફળ- શાકભાજી કે ફુલપાકોનું વેચાણ કરતા લારીધારક/ફેરિયાઓને બાગાયત ખાતા દ્વારા વિના મૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત કુટુંબદીઠ પુખ્તવયની એક વ્યક્તિને છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માગતા લાભાર્થીઓએ સરકારશ્રીના i-Khedut Portal ના માધ્યમથી તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન નોંધણી કર્યાબાદ અરજીની પ્રિન્ટ, ગામના ખેતીના ગ્રામસેવક/ ટલાટી પાસેથી ફળ શાકભાજી/ફૂલ કે નાશવંત કુષિ પેદાશોનુ છુટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી સાધનિક કાગળો સહિ/અંગુઠા કરી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, જાપાનીઝ ફાર્મની સામે, ઉનાઇ રોડ,વ્યારા, જી-તાપી ખાતે જમા કરવા નાયબ બાગાયત નિયામક વ્યારા-તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है