દક્ષિણ ગુજરાતવિશેષ મુલાકાત

ઇન્ડિયન લાઇન્સનાં વર્ષ 2020-21નાં તાપી જીલ્લા પ્રમુખની અને જીલ્લા ક્લબની વરણી કરાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી જીલ્લાનાં વ્યારા ખાતે કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ઈ.લા. શ્રીમતી અંજનાબેન નાયક (પૂર્વ. નેશનલ પ્રમુખ) અને શપથ ગ્રહણ કાર્યક્રમનાં પુરોહિત તરીકે ઈ.લા. શ્રી.અક્ષયભાઈ ઠક્કર વાઇસ નેશનલ પ્રમુખ ઇન્ડિયન લાઇન્સ સંસ્થાનાં અનેક સભ્યોની હાજરીમાં સફળ આયોજન:

વ્યારા : આજ રોજ તાપી જીલ્લા ક્લબ ઇન્ડિયન લાઇન્સનાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન વ્યારા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. તાપી જીલ્લા ક્લબનાં 2020-21નાં નવ નિયુક્ત પ્રમુખ તરિકે  ઈ.લા. નયનભાઈ પટેલની ફરી કરવામાં આવી નિમણુંક:


ઇન્ડિયન લાઇન્સ સ્વદેશી રાહે માનવ સેવાનું કાર્ય કરતી સંપૂર્ણ ભારતીય સંસ્થા છે, જે વડોદરા ખાતે પોતાનું હેડ ક્વાટર્સ ધરાવે છે, ઇન્ડિયન લાઇન્સ સંસ્થા 1995 થી શ્રી. કૌશિકભાઈ બુમિયા દ્વારા વિચાર રજુ કરવામાં આવ્યો આજ દિન સુધી લોકસેવા માટે કાર્યરત છે સમગ્ર ભારતમાં નેશનલ, રાષ્ટ્રીય, જીલ્લા અને તાલુકા ક્લબની રચના કરવાંની અરજીઓ મંગાવવામાં આવે છે, શ્રી. કૌશિકભાઈ બુમિયા વર્ષ 1975 થી લાઇન્સ ઇન્ટરનેશનલ સાથે કાર્યરત હતાં, વિવિધ હોદ્દાઓ પર તેમણે ફરજ બજાવી હતી, અનેક સભ્યો દ્વારા ડ્યુઝ આપવા બાબતે ઘણી અસમંજસ હતી આખરે ડ્યુઝ હેડક્વાટર વિદેશમાં ન મોકલવાનો નિર્ણય એ ઈ.લા. કૌશિકભાઈ બુમિયા દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી, સંપૂર્ણ સ્વદેશી અને ભારતીય સંસ્કૃતિ આધારિત  ઇન્ડિયન લાઇન્સ સંસ્થા 25 વર્ષથી દેશ સેવા માટે કાર્યરત છે,

આજે તાપી જીલ્લાનાં વ્યારા ખાતે ઈ.લા. શ્રીમતી અંજનાબેન નાયક (પૂર્વ. નેશનલ પ્રમુખ) અને ઈ.લા. શ્રી.અક્ષયભાઈ ઠક્કર વાઇસ નેશનલ પ્રમુખ ઇન્ડિયન લાઇન્સ સંસ્થાનાં ઓની આગેવાનીમાં અને તાપી જીલ્લા ગો-સેવાનાં પ્રમુખશ્રી રવિભાઈ સિંધેનાં અધ્યક્ષપણે અને સામાજીક કાર્યકર સુનીલકુમાર ગામીત (એડિટર-ડાયરેક્ટર) ગ્રામીણ ટુડે ન્યુઝ નેટવર્કનાં અને સામાજીક કાર્યકર વિનય મેસુરીયા સહીત અનેક આગેવાન મિત્રો તાપી જીલ્લા ઇન્ડિયન લાયન્સ ક્લબનાં શપથ વિધિ કાર્યક્રમમાં હાજર રહયા હતાં, સમગ્ર કાર્યકમનું સફળ સંચાલન ઈ.લા.શ્રી. રાકેશભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું,  કાર્યક્રમમાં રવિભાઈ દ્વારા માં-ભોમની સેવા વિષે સમજણ અપાય હતી, જયારે સુનિલકુમાર ગામીત દ્વારા સમાજ સેવાનું મહત્વ અને સાંપ્રત સમય ની માંગ વિશે ટૂંકું પ્રવચન અપાયું હતું,  કાર્યક્રમનાં આખરે તાપી જીલ્લા ક્લબનાં નવ નિયુક્ત પ્રમુખ ઈ.લા. નયનભાઈ પટેલ દ્વારા દરેકનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો, સફળ કાર્યક્રમ દ્વારા તાપી જીલ્લા ક્લબનાં ઇન્ડિયન લાયન્સોમાં ખુશીની લાગણીઓ ફરી વળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है