દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી જીલ્લાનાં સોનગઢ ખાતે કરવામાં આવી છે. જે કાર્યક્રમમાં સંગઠનના કારોબારીઓ, પ્રતિનિધિઓ તથા અમુક સભ્યો હાજર રહ્યા હતા.

26 નવેમ્બર ના રોજ બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભારત ના બંધારણ ના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારો વિષેચર્ચા કરવામાં આવી હતી અને બંધારણનું આમુખ વાંચી સંભળાવવામાં આવ્યું હતું અને એક આદર્શ નાગરિક તરીકે તેનું પાલન કરવા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

વ્યારા:   આજ  રોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ(લોક સંગઠન) દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી સોનગઢ ખાતે કરવામાં આવી છે. જે કાર્યક્રમમાં સંગઠનના કારોબારીઓ, પ્રતિનિધિઓ તથા અમુક સભ્યો હાજર રહ્યા હતા.જેમાં પ્રતિનિધિ એવા ગુમાનભાઈ,વીનેશભાઈ,જશોનાબેન, ટીનાબેન,ચીમનભાઈ તથા સભ્યો સેવંતીબેન, નિલેશભાઈ આ કાર્યક્રમ માં જોડાયા હતા. સદર   ઉજવણી કાર્યક્રમનું આયોજન સંગઠનના હોદેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બંધારણના આમુખનું વાંચન કર્યું તેમજ ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર ચઢાવી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી સાથે કાર્યક્રમમાં હજાર તમામ વ્યક્તિને સંવિધાનની નકલ આપવામાં આવી અને સંગઠનના સભ્ય સેવંતીબેન દ્વારા આમુખનું બધાને વાંચન કરાવ્યું અને આમુખની સમજ પુરી પાડવામાં આવી હતી. સાથે સેવતીબેન દ્વારા બંધારણીય દીને યુવાનોને માટે પ્રેરણાદાયી વાત મુકવામાં આવી કે વર્તમાન સમયમાં આમુખ શુ છે? આમુખનું મહત્વ શુ છે?  એ યુવાનો એ હાલ ના સમય મા વધુ સમજવું પડશે અને બંધારણ સમજી પોતાના અધિકારો ,હક્કો મેળવતા થાય એના માટે યુવાનો વધુમાં વધુ તૈયાર થાય અને સમજ કેેેળવી બીજા  માટે પ્રેરણા રુુુપ બનવાની સમજ  આપવામાં આવી, સાથે સમગ્ર દેશવાસીઓને સંગઠન વતી 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है