વિશેષ મુલાકાત

અટલ બિહારી વાજપેયી આશ્રયસ્થાન (સેલ્ટર હોમ) વ્યારા ખાતે વિવિધ સંગઠન અને સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ સાથે મીટીંગો યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

અટલ બિહારી વાજપેયી આશ્રયસ્થાન (સેલ્ટર હોમ) વ્યારા ખાતે વિવિધ સંગઠન અને સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ સાથે મીટીંગો યોજાઈ: 

તાપી: આશ્રય સ્થાન સંચાલન સંસ્થા (મોર્ડન એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા આશ્રય સ્થાનના પ્રચાર પ્રસાર માટે નીચે મુજબની વિગતે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ. વ્યારામાં કાર્યરત એવા અનેક સામાજિક સંગઠનો, સ્વેચ્છીક સંસ્થાઓ /સખી મંડળ, આરોગ્ય સેવા પૂરી પાડતાં હોસ્પિટલો, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, મંદિરો, વેપારી એસોસિએશન અને રિટેલ વેપારી એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ, અનેક ધાર્મિક મંડળ, લારી ગલ્લા વાળાઓ, સાથે નીચેનાં એજન્ડા મુજબની તારીખે મીટીંગનું આયોજન વ્યારા સ્થિત અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાન, સેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યું હતું, તમામ ને સેલ્ટર હોમ વ્યારા  ખાતે મળતી સેવાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતાં, અને અહિયાં મળતી સુવિધાઓ અને સેવાઓ પ્રત્યક્ષ નિહાળી હતી, અહિયાં ઉપલબ્ધ સેવાઓ નિશુલ્ક અને અમુક સેવાઓ નહિ નફા નહિ નુકશાનને ધોરણે બિલકુલ નજીવી ફી માં  નગરપાલિકા વ્યારા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન  અંતર્ગત શહેરી ઘર વિહોણા અને અહીતહી  અનેક જગ્યાએ રાત્રી રોકાણ કરતાં અને ફૂટપાથ પર જીવન ગુજારતા તમામ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કાર્યરત કરવામાં આવી છે, જેનો બહોળા પ્રચાર અને પ્રસાર થાય અને લોકો આ સેવાનો લાભ લઇ શકે તેવા આશયથી આ મીટીંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આશ્રય સ્થાનની સેવા સાથે ગત દીવસોમાં ૭૫૦ જેટલાં લાભાર્થીઓને અન્ય સરકારી યોજાકીય માર્ગદર્શન, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, અને મેડીકલ, આરોગ્યલક્ષી સેવાઓ અને વેક્સિનેશન જેવી અનેકવિધ કર્યો પણ અહિયાં ઉપલબ્ધ છે. તેવું મેનેજર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

(૧) મંગળવાર, તારીખ: ૦૭/૦૯/૨૦૨૧ ( ગણેશ મંડળો ) વ્યારામાં કાર્યરત મંડળોના સભ્યો સાથે પરામર્શ કરી સેલ્ટર હોમ વિષે માહિતી આપવામાં આવી હતી. 

(૨) બુધવાર, તારીખ: ૦૮/૦૯/૨૦૨૧ ( સ્વેચ્છીક સંસ્થાઓ /સખી મંડળ ) વ્યારામાં કાર્યરત અનેક મંડળોના સભ્યો સાથે પરામર્શ કરી સેલ્ટર હોમ વિષે માહિતી આપવામાં આવી હતી. 

(૩) ગુરુવાર, તારીખ : ૦૯/૦૯/૨૦૨૧ ( હોસ્પિટલો ) વ્યારામાં કાર્યરત હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી સેલ્ટર હોમ વિષે માહિતી આપવામાં આવી હતી. 

(૪) સોમવાર, તારીખ : ૧૩/૦૯/૨૦૨૧ ( રેલ્વે સ્ટેશન , પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, મંદિરો, વેપારી એસોસિએશન અને રિટેલ વેપારી એસોસિએશન ના પ્રતિનિધિશ્રીઓ ) વ્યારામાં કાર્યરત અનેક સરકારી બિન સરકારી અધિકારીઓ/સભ્યો સાથે પરામર્શ કરી સેલ્ટર હોમ વિષે માહિતી આપવામાં આવી હતી. 

(૫) મંગળવાર તારીખ : ૧૪/૦૯/૨૦૨૧ ( લારી ગલ્લા વાળાઓ ” નગરની બહાર હાઇવે પર જ્યાં ઘર વિહોણા લોકો હોવાની શક્યતાઓ છે.) તેવા દરેક  લોકૉ સાથે, સામાજિક કાર્યકરો સાથે  અને લારી ગલ્લાવાળાઓ  સાથે પરામર્શ કરી સેલ્ટર હોમ વિષે માહિતી આપવામાં આવી હતી. 

નામ : અટલ બિહારી વાજપેયી આશ્રય સ્થાન,
સ્થળ : ગાંધી બાગ, વોર્ડ નંબર: ૩ , નવા બસ સ્ટેશનની સામે, વ્યારા, તાપી
સમય : સાંજે ૫.૦૦ કલાક થી તમામ સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. 

વધુમાં વ્યારામાં કાર્યરત  સેલ્ટર હોમ વિષે માહિતી અને ઉપલબ્ધ 24×7 સેવાઓ માટે ફોન નંબર ૦૨૬૨૬ ૨૨૩૦૨૨ પર સંપર્ક કરવા અને કોઈપણ જરૂરતમંદ વ્યક્તિ ની મદદ માટે ફોન કરવા માટે આશ્રય સ્થાન(સેલ્ટર હોમ) સંચાલન સંસ્થા  (મોર્ડન એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ) ના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું. 

સદર કાર્યક્રમમાં  નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષશ્રી,  નોડલ ઓફીસર, નગરપાલિકાના વોર્ડ નંબર-3 ના તમામ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતાં. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है