વિશેષ મુલાકાત

સાંસદ મનસુખ વસાવાએ અચાનક દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સરકારી સિવિલ હોસ્પિટલ કર્મચારીઓના જર્જરિત ક્વાર્ટરની દુર્દશા જોઇને સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને ખખડાવી નાખ્યા;

સાંસદ મનસુખ વસાવાએ અચાનક દેડિયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 16 માર્ચના રોજ સરકારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના ક્વાર્ટર તેમજ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલ તેમજ સ્ટાફના ક્વાર્ટરની જર્જરિત હાલત જોતા તેમણે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને બોલાવી તેમનો ઉઘડો લઈ નાખ્યો હતો. હોસ્પિટલના કર્મચારીઓના ક્વાર્ટરના દરવાજા, બારી બારણાં તૂટેલા તેમજ જર્જરિત હાલતમાં હતા. હોસ્પિટલ તેમજ કર્મચારીઓના ક્વાર્ટરના છત ઉપરથી પોપડા ઉખડી ગયા હતા. તેમજ છત ઉપરથી લોખંડના સળિયા પણ દેખાતા હતા. તેમજ બારીઓના વેન્ટિલેટર પણ તુટેલા હતા. ક્વાર્ટર રીપેરીંગની કામગીરી કરનાર કોન્ટ્રાકટર પણ હોળી કરવા માટે જતાં રહેતા સાંસદ મનસુખ વસાવા અકળાઈ ગયા હતા. અને તરત જ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિવેક કંટારીયાને બોલાવીને આ કોન્ટ્રાકટરની કામગીરીને લઇને ઉધડો લીધો હતો. તેમણે તાત્કાલિક કોન્ટ્રાકટરને બોલાવી સત્વરે કર્મચારી ક્વાર્ટરનું રીપેરીંગ કરવામાં આવે એમ તેમણે સૂચના આપી હતી. સુપ્રિટેન્ડેન્ટ અને ડો. રાણા દ્વારા આવનાર દર્દીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યાની ફરિયાદ આવતા તેમને પણ સાંસદ મનસુખ વસાવાએ ઠપકો આપ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ સુપ્રિટેન્ડેન્ટને ખખડાવ્યો હતો અને સત્વરે કોન્ટ્રાકટરને બોલાવી ક્વાર્ટર અને સરકારી સિવિલ હોસ્પિટલને સત્વરે રીપેરીંગ કરવાની સૂચના આપી હતી.

બે મહિના પેહલા કર્મચારી બહેનોએ રહેઠાણના સરકારી ક્વાર્ટર જર્જરિત હોવાની ફરિયાદ મને કરી હતી. ત્યારબાદ વારંવાર જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી. તેમ છતાં જર્જરિત સરકારી ક્વાર્ટર રીપેરીંગ કરનાર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવતાં મુલાકાત કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા પેટા કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોના ભરોસે કામ છોડી દેતા હલકી ગુણવત્તા વાળું કામ થતા જવાબદાર અધિકારીઓને સૂચના આપી છે: સાંસદ મનસુખ વસાવા, ભરૂચ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है