વિશેષ મુલાકાત

વ્યારાના શંકર ફળિયાના બેઘર કરાયેલા પરિવારોની મુલાકાત કરતાં રોમેલ સુતરીયા:

બેઘર પરિવારોને સ્લમ રિહાબ્લિટેશન એક્ટ ૨૦૧૦ મુજબ કાયમી મકાન ફાળવી શકાય : રોમેલ સુતરિયા

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વ્યારાના શંકર ફળિયાના બેઘર કરાયેલા પરિવારોની હાલત અંગ્રેજોના ગુલામોથી પણ બદતર છે : રોમેલ સુતરિયા 

શંકર ફળિયાના બેઘર પરિવારોને સ્લમ રિહાબ્લિટેશન એક્ટ ૨૦૧૦ મુજબ કાયમી મકાન ફાળવી શકાય : રોમેલ સુતરિયા

શંકર ફળિયા , વ્યારા માં વરસાદમાં ૭૦ થી વધુ પરિવારો ના મકાન પર બુલડોજર ફેરવ્યું હતું. 

અગાઉ રોમેલ સુતરીયા દ્વારા તત્કાલ અસરથી શંકર ફળિયા વ્યારા ખાતે થઈ રહેલા અમાનુષી અન્યાય અને અત્યાચાર બંધ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

બે દિવસ માં સહેજ પણ હિંસા સિવાય ચાલુ વરસાદ મા તમામ બેઘર કરાયેલા પરિવારોને રહેવા માટે કાયમી મકાન અને ઘરવખરી ઊપર ફેરવેલા બુલડોજર તંત્ર નું અસંવેદનસિલ કૃત્ય : રોમેલ સુતરિયા

બેઘર બનેલા પરિવારોનો રસ્તો જ બંધ નથી કર્યો પરંતુ ત્યાં લગાવેલી સ્ટ્રીટ લાઈટો કાઢી ગુલામોની જેમ અંધકારમાં ધકેલી દીધા છે.સ્ટ્રીટ લાઈટ જ્યાં મકાનો છે ત્યાંથી પણ કઢાવનાર સત્તાધિશો અને બહેરા અધિકારીઓ આ બેઘર પ્રજાને ગુલામ સમજે છે તે સ્પષ્ટ સંદેશ છે.

તાપી જીલ્લાના વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સ્લમના ૭૦ થી વધુ મકાનો ઘરવખરી પણ લેવા દીધાં સિવાય બુલડોજર ફેરવી તોડી પડાયા છે. વરસાદમાં ડિમોલેશન ની કામગીરી તાપી જીલ્લામાં વિપક્ષ ની ગેરહાજરી અને ચુપ્પી નો વિચિત્ર સ્પષ્ટ સંદેશ આપે છે.૨૨ જુન ૨૦૨૩ ના રોજ થયેલ ડિમોલેશન ના ભોગ બનનાર પરિવારો જે જગ્યાએ વસવાટ કરે છે તે જગ્યાએ આજ રોજ જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા એ તાપી જીલ્લા ના સ્થાનિક નિષ્ણાત વકીલ નિતિન પ્રધાન , સામાજીક યુવા આગેવાન વકીલ જીમી પટેલ , અખિલ ચૌધરી  સાથે મકાન ગુમાવનાર એડવોકેટ ગણેશ ભોયે તેમજ અન્ય આગેવાનો સાથે ભોગ બનનાર ૫૦ થી વધુ પરિવારો વચ્ચે પહોંચી તેમની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

શંકર ફળિયામાં બેઘર બન્યા પછી આ પરિવારો જ્યાં તેઓ વસવાટ કરે છે તે જગ્યાએ થી લગાવેલી સ્ટ્રીટ લાઈટો પણ કાઢી લેવામાં આવી છે. લગાવેલી સ્ટ્રીટ લાઈટો કાઢી ગુલામોની જેમ આ બેઘર પરિવારોને અંધકારમાં ધકેલી દીધા છે.સ્ટ્રીટ લાઈટ જ્યાં મકાનો છે ત્યાંથી પણ કઢાવનાર સત્તાધિશો અને બહેરા અધિકારીઓ આ બેઘર પ્રજાને ગુલામ સમજે છે તે સ્પષ્ટ સંદેશ છે.બેઘર બેરોજગાર પરિવારો વરસાદમાં રહેવા મજબૂર છે. ત્યારે રોમેલ સુતરિયા અને આગેવાનો એ શંકર ફળિયાના બેઘર પરિવારો ની મુલાકાત કરી‌ તેમને ગુલામીથી બહાર આવવા આહવાન કર્યું છે. 

 વર્ષોથી આ ડિમોલિશ થયેલા મકાનોમાં વસવાટ કરનાર અને નગરપાલિકા માં વેરો આપતા આ બેઘર પરિવારો ને તાપી જીલ્લા કલેકટર The Rehabilitation and Redevelopment of Slum Regulations act 2010 નું પાલન કરાવી આ દરેક પરિવારોને કાયમી મકાન ફાળવી આપે તે માંગણી વિશે જાહેર મુલાકાત માં માંગણી કરવામાં આવી છે. રિહાબ્લિટેશન ન નામે માત્ર ૭ (સાત) પરિવારો ૨૦ જેટલા લોકો જ બિરસા ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે

 Policy for in-situ rehabilitation of slums situated on public land by public – private partnership under Mukhya Mantri GRUH (Gujarat Rural Urban Housing) યોજના માટે તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૩ ના ગુજરાત સરકાર ના નિર્દેશ (Resolution) No. PRC/102013/783/TH નું પાલન કરવામાં આવે તો આ બેઘર પરિવારો ને ગુલામોની લાગણીનો અહેસાસ થશે નહીં. માટે એક આવાજ – એક મોર્ચા સમગ્ર મામલે આ પરિવારો ને કાયમી મકાન આપવાની માંગણી કરી રહ્યું છે જેના માટે જીલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં SRC (Slum Rehabilitation Committee) કમિટી બનાવવાની છે તે બાબતે જીલ્લા કલેકટર સાથે વધું વાતચીત કરવાનો પ્રયત્ન કર્મશીલ રોમેલ સુતરિયા કરી રહ્યા છે.જેથી બેઘર પરિવારો પોતાનું કાયમી મકાન મેળવી શકે. 

આમ આજ રોજ તાપી જીલ્લામાં શંકર ફળિયાના બેઘર પરિવારો ની મુલાકાત કરતા સત્તાધિશો અને અધિકારીઓ બહેરા બની રહેશે કે ન્યાયીક કાયદાકીય માંગણી થકી નિરાકરણ કરી તાપી જીલ્લામાં રહેલો અસંતોષ દૂર કરવા સંવાદ કરી આગળ વધશે તે હવે સમય બતાવશે. મકાન ની જેમ માનવતા તુટે નહીં તે જ હવે જોવાનું રહ્યું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है